ગરવી તાકાત,મહેસાણા
મહેસાણા ક્રાઈમ બ્રાન્ચે નંદાસણ પોલીસના હદવિસ્તારના છત્રાલથી ઈન્દ્રાડ- કડી ઉપર થી રૂ. 38,23,200 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ટાટા ટ્રક નંબર-GJ-06-AU-9468 ને ઝપ્ત કરતા એમાથી ડાંગર ની ફોતરીની બેગોની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ- 772 બોટલ નંગ- 9264 કિ.રૂ. 38,23,200/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ પણ વાંચો – મહેસાણાના ભાન્ડુ રોડ ઉપરથી 14,60,200 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પોલીસને બાતમી મળેલી હતી કે સફેદ કલરની સ્વીફટ કાર નં.GJ-23 -BD-8008 લઇ ઇસમો છત્રાલ થી ઇન્દ્રાડ-કડી તરફ ના રોડ ઉપર દારૂની પેટીઓને અલગ કરવાની જગ્યાનું સેંટીંગ કરવા ફરી રહેલ છે. જેથી પોલીસના સ્ટાફના કર્મચારીઓ નંદાસણ થી નીકળી રાજપુર થઇ ઇન્દ્રાડ પાટીયા થી કડી તરફ આવતાં ઉપરોકત હકીકત વાળી સ્વીફટ ગાડી મળતાં તેને કોર્ડન કરી ઉભી રખાવેલ અને અંદર બે ઇસમ (૧) સુનીલ ભેરારામ (ર) ચૌંધરી પ્રભુરામ કલ્લારામ નગારામ ની પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે, અમોએ ટાટા ટ્રક નંબર-GJ-06-AU-9468 માં અમે ઇગ્લીશ દારૂ ભરી મંગાવેલ જે ટ્રક રાજપુર પાટીયા હાઇવે કલાપી હોટલના પાર્કીંગ પડેલ છે.
આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ
જેથી મહેસાણા પોલીસે રાજપુર પાટીયા પર કલાપી હોટલે જઈ ટ્રક ઝડપી પાડી હતી જેમાં, ડાંગરના ફોતરીની આડાશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 772 મળી આવેલ હતી. આ પેટીઓમાં કુલ 9264 બોટલો હતી જેની કિમંત 38,23,200/- જેટલી આંકવામાં આવી. પોલીસે ટ્રક,સ્વીફ્ટ કાર, મોબાઈલ મળી કુલ 56,44,320/- નો મુદ્દામાલ ઝપ્ત કરી લીધો હતો.
મહેસાણા પોલીસે 56,44,320/- નો મુદ્દામાલ સાથે (૧) સ્વીફટ ગાડીનો ચાલક સુનીલ ભેરારામ હરીંગારામ બીસનોઇ (પવાર), રહે.માલવાડા,બોખોકી ઘાણી, તા.ચિતલવાણા, જી.જાલોર(૨)ચૌંધરી પ્રભુરામ કલ્લારામ નગારામ રહે.હાલ રહે.કરણનગર,મહાકાલી હોમ્સ,-૧,તા.કડી મુળ રહે.સોરા,લીયાદરા રોડ,સાંચોર, જી.જાલોર(૩) ચુનારામ કેશારામ ધનારામ જાટ ઉ.વ.32 રહે.ઉત્તરી ડેર,રેડાણા,તા.ગઠળા રોડ,જી.બાડમેર(રાજસ્થાન)ની ધરપકડ કરી પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ કલમ 65A,E, 116B, 81,83,98(2) મુજબ ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો છે.