કોરોના વાઇરસનાં સંક્રમણના દૌરમાં લોકડાઉન બાદ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વૃધ્ધિ થવા પામી છે. હાલ વૈશ્ર્વિક બજારમાં ક્રુડ બેરલોની કિંમતોમાં વધારાના પગલે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 37 દિવસમાં 14 વખત ભાવમાં વધારા સાથે રૂ.3.53 ડીઝલ અને રૂ.3.15 પેટ્રોલ મોંઘુ થયુ છે.ગત તા. 1લી જાન્યુઆરી રૂ.80.86 પેટ્રોલ અને રૂ.79.32 ડીઝલ વેચાણમાં હતુ આજે વધીને રૂ.84.01 પેટ્રોલ અને રૂ.8ર.8પ ડીઝલનો ભાવ પહોંચ્યો છે.સરકારના નિયમો મુજબ ઓઇલ કંપનીઓ દરરોજ ભાવમાં ફેરફાર કરે છે. રોજીંદા ભાવફેરમાં ગત જાન્યુઆરી માસમાં 11 દિવસ ભાવમાં ફેરફાર સાથે પેટ્રોલ-ડીઝલ મોંઘ થયુ છે. જયારે ચાલુ ફેબ્રુઆરી માસમાં ત્રણ દિવસભાવમાં વધારો આજે છઠ્ઠા દિવસે 63 પેટ્રોલ અને 69 પૈસા ડીઝલ મોંઘુ થયુ છે.
ઇંધણમાં સતત વધારો થવા છતા સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં વ્યસ્ત વિપક્ષ કોંગ્રકેસ પક્ષ કે અન્ય પક્ષો કે લોકોમાંથી વિરોધનો એક પણ સુર ઉઠવા પામ્યો નથી. સરકાર અને ઓઇલ કંપનીઓ લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે.પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના કારણે આમ જનતાને આર્થીક બોજ ઉઠાવવાનો સમય આવ્યો છે. ડીઝલમાં વધારો થતા જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ અને શાકભાજી -અનાજ-કઠોળ સહીતના પરીવહન હેરાફેરી મોંઘી થતા ભાવ વધારાની સંભાવનાઓ વધી છે.