દેશમા કોરોના વાયરના જાણે કે બોમ્બ વિસ્ફોટ થયા હોય તેવી રીતે કેસ સામે આવી રહ્યા છે. નિવારે દેશમાં કોરોના વાયરસના નવા 34,884 કેસ સામે આવ્યા છે.

જ્યારે કોરોનાને કારણે દેશમાં 24 કલાકમાં 671 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 10,38,716 પર પહોંચી છે, જ્યારે કુલ મૃત્યાંક 26,273 થયો છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 3,58,692 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 8,308 કેસ સામે આવ્યા છે ,તેમજ 258 લોકોનાં મોત થાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે આજ દિવસ સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 1,34,33,742 સેમ્પલ તપાસવામાં આવ્યા છે. ગઈકાલે 3,61,024 સેમ્પલ તપાસવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોના પોઝિટિવ કેસ 1.4 કરોડને પાર : જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના શનિવાર સવારના ડેટા પ્રમાણે વિશ્વમાં કોવિડ 19ના કુલ કેસ 1.4 કરોડને પાર થઈ ગયા છે.

જ્યારે કોરોનાને કારણે વિશ્વમાં છ લાખથી વધારે લોકોનાં મોત થયા છે. શનિવારે સવાર સુધી વિશ્વમાં 1,40,49,207 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6,01,494 લાખ લોકોનાં મોત થયા છે. અમેરિકામાં સૌથી વધારે 36,41,417 કેસ નોંધાય છે જ્યારે કોરોનાને કારણે અહીં 1,39,175 લોકોનાં મોત થયા છે.

Contribute Your Support by Sharing this News: