ગુજરાતમાં દારૂ બાંધી છે પરંતુ બોર્ડર પર વસેલા રાજસ્થાનના 3 જિલ્લાની 11 દુકાનો પર 3 વર્ષમાં 324 કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ચૂક્યો છે. ડુંગરપુર અને સિરોહીના 7 ગામમાં તો આ આંકડો 282 કરોડ છે જ્યારે આ ગામડાઓની વસ્તી 3 હજારથી 5 હજાર વચ્ચે જ છે. એવામાં સ્પષ્ટ છે કે બોર્ડર પર બનેલી દુકાનો સાથે ગુજરાતમાં દારૂનું કનેક્શન છે. સિરોહીથી ગુજરાતમાં દારૂની તસ્કરીમાં તત્કાલીન એસ.પી. હિંમત અભિલાષ ટાંક મળેલા હોવાની અને પોલીસની મિલીભગત હોવાની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતની બોર્ડરની નજીકના ૩ જિલ્લા સિરોહી, ઝાલોર અને ડુંગપુરની 11 દુકાનોમાં દારું લેવા માટે એટલો હોડ છે કે આ વર્ષે દારૂના દુકાનદારોએ તે 54 કરોડમાં ખરીદી છે. ઝાલોરના ધાનોલમાં 6 મહિનામાં 8 કરોડનો દારૂ વેચાઈ ચૂક્યો છે જ્યારે અહીં 7 વર્ષથી દારૂબંધી છે. ગામના એક રહેવાસીએ કહ્યું હતું કે અમે નથી પીતા છતા પણ દુકાનથી બદનામી થઈ રહી છે. જિલ્લાની 4 દુકાન ધાનોલ, બડગાંવ, પ્રતાપપુરા અને અચલપુર આ વર્ષે 19.88 કરોડમાં છૂટી.
8 મહિનામાં જ અહીં 15.60 કરોડ અને 3 વર્ષમાં 42.72 કરોડનું વેચાણ થઈ ચૂક્યું છે. ચારેય ગામની કુલ વસ્તી 16,500 છે. જિલ્લામાં 3 વર્ષમાં 1017 કાર્યવાહીઓમાં 14.11 કરોડનો દારૂ પકડાઈ ચૂક્યો છે. 3 દુકાન ખજૂરી, પુનાવાડા અને બિછીવાડા આ વર્ષે 17.12 કરોડમાં છૂટી. 6 મહિનામાં અહીં 20 કરોડ, 3 વર્ષમાં 170 કરોડનો દારું વેચાઈ ચૂક્યો છે જ્યારે આ ગામડાઓની કુલ વસ્તી માત્ર 17500 છે. અહીં તસ્કરીની રીત પણ ચોંકાવનારી છે.
માવલ, જેતાવડા, સિયાવા, મંડારની વસ્તી 25,620 છે પરંતુ દુકાન 17.12 કરોડમાં છૂટ્યા. 6 મહિનામાં 19.47 કરોડનો દારૂ વેચાયો. 3679 ની વસ્તીવાળા માવલમાં 11 કરોડનો દારૂ વેચાયો. જિલ્લામાં ત્રણ વર્ષમાં 1602 કેસ અને 10.33 કરોડની જપ્તી થઈ છે. દારૂ તસ્કરીને લઈને મિલીભગતમાં સૌથી ચર્ચિત કેસમા આઇપીએસ હિંમત અભિલાષ ટાંક 5 વર્ષમાં આ જ 3 જિલ્લાના જીઁ રહ્યા. હાલમાં તેઓ સસ્પેન્ડ છે.
(એજન્સી)