ગરવીતાકાત,અરવલ્લી: તલોદ તાલુકાના પુંસરી ગામે યોજાયેલા મેડિકલ કેમ્પ માં આજે 323 દર્દીઓને  વિનામૂલ્યે સારવાર આપવામાં આવી. પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શ્રી નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાયેલા આ મેડિકલ કેમ્પ માં અમદાવાદ ના ગાયનેક ડોક્ટર.મોહીલ પટેલ, તલોદ બ્લોક હેલ્થ ઓફિસર ર્ડા.વિનોદ મુગડ ઓથોપેડિક સર્જન ડૉ.અમિત શર્મા, ફિજિશિયન ડૉ. પીન્કેશ પટેલ, ડૉ. જતીન પટેલ સહિતના અને આંખ ના સર્જન મેડિકલ સ્ટાફ આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.

આ કેમ્પ માં સિદ્ધાર્થભાઈ પટેલ (હિંમતનગર ) મોડાસા નગરપાલિકા પ્રમુખ.સુભાષભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ રૂપેષ ઝાલા શ્રી નટુભાઈ ચૌધરી ચેરીટેબલટ્રસ્ટ નરેન્દ્ર પટેલ હિમાંશુ પટેલ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ માં સગર્ભા માતા ઓને ફણગાવેલા મગ, જયારે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા કાપડ ની થેલીઓનું વિતરણ કર્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી