મહેસાણા જીલ્લામાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા રોજ વધતી હોવાથી બેચરાજીના ધારાસભ્યએ નિવેદનમાં જણાવ્યુ છે કે 3 થી 4 દિવસ માટે જીલ્લામાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવે.
દિવાળીના તહેવાર બાદ કોરોના વાઈરસના નવા કેસોની સંખ્યા સામે આવી રહી છે ત્યારે બેચરાજીના ધારાસભ્યએ નિવેદન કરી જણાવ્યુ હતુ કે, અમદાવાદ જેવા મોટા શહેરોની જેમ મહેસાણામાંં પણ 3 થી 4 દિવસનુ લોકડાઉન લાગુ કરવુ જોઈયે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાના ભાગ રૂપે તેમને આ નિવેદન આપ્યુ હતુ. તેમને સંક્રમણને કાબુમાં લાવવા માટે ઇમરજન્સી સેવાઓ સિવાય મહેસાણા જિલ્લામાં કોરોના 3 થી 4 દિવસ માટે જિલ્લામાં લોકડાઉન લાદવું જોઈએ એમ કહ્યુ હતુ.
લોકડાઉનમાં નાના મોટુ કામ કરી ગુજરાન ચલાવતા લોકોને કેટલુ મોટુ આર્થીક નુકશાન વેઠવુ પડ્યુ હતુ. એનો કોઈ ચોક્કસ સર્વે કરવામાં નથી આવ્યો અને એવા લોકોને વળતર પણ નથી ચુકવાયુ.સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન લાગુ થયુ ત્યારે ફેક્ટરીના વર્કરને વાયદો કરીને પણ પગાર નહોતો ચુકવાયો જેની અસર ગરીબ મધ્યમ વર્ગ ઉપર અત્યારે પણ જોવા મળી રહી છે. આમ જ્યારે અમદાવાદ સહીત બીજા શહેરામાં જ્યારે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી ત્યારે ગરીબ-મધ્યમ વર્ગમાં આર્થીક બાબતને લઈ ચીંતા પ્રસરી ગઈ હતી. કેમકે જો સંક્રમણ વધારે ફેલાતુ રહે તો કર્ફ્યુની તારીખ પણ લંબાતી રહે. જેથી અત્યારે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર નજર કરવામાં આવે તો હવે અર્થવ્યવસ્થા લોકડાઉનને સહન કરે એવી પરીસ્થિતિમાં નથી.
એક સર્વે મુજબ લોકડાઉનમાં લગભગ 9 કરો઼ડથી વધુ લોકોને પોતાની નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. રસ્તા ઉપર લારી ગલ્લા વાળાને પણ મોટો આર્થીક ફટકો પડ્યો હતો. અત્યારે હાલત એવી છે કે નાના દુકાનદારો તથા લારી – ગલ્લા વાળા આ 3 થી 4 દિવસના લોકડાઉનના બોજને પણ સહન કરી શકે એમ નથી. જેથી લોકડાઉન સીવાય ધારસભ્ય બીજો કસ્ટ્રકટીવ વિચારી પ્રસ્તુત કરે એવી અપેક્ષા લોકોની રહેશે.