જમ્મુ કશ્મીરમાં જ્યારથી 370 હટાવવામાં આવી છે ત્યારથી સ્થિતી પહેલા કરતા વધારે કાબુમાં જોવા મળી રહી છે પરંતુ કેટલાક અલગાવવાદી અને આંતકવાદી ગ્રુુપ અત્યારે પણ સક્રીય જોવા મળી રહ્યા છે. એવામાં મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે આ જાણકારી આપી.
મંગળવારે સુરક્ષાદળોએ જાણકારી આપતા કહ્યુ હતુ કે સવારે અનંતનાગના કોકરનાગના વેલૂ ગામમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને જોઈન્ટ અભિયાન ચલાવ્યું અને કાર્યવાહી શરૂ કરી. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર કર્યા
અગાઉ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મોટી સફળતા મેળવી હતી. ગુરુવારે ના રોજ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ સાથે તૌસીફ અહેમદ નામના આતંકીએ સુરક્ષાદળો સામે સરન્ડર કર્યું હતું.