દિલ્હીથી અમદાવાદ મેચ જોવા આવનાર કિક્રેટ પ્રેમી પાસેથી 20 હજારનો તોડ કરનાર 3 પોલીસ કર્મી અને 7 TRB જવાનો સસ્પેન્ડ  

November 21, 2023

અમદાવાદ પોલીસનો વધુ એક તોળકાંડમાં મોટી કાર્યવાહી; દિલ્હીના ક્રિકેટ પ્રેમીની કારમાંથી દારુની ખાલી બોટલ મળતાં પોલીસે 2 લાખની માંગણી કરી હતી

ગરવી તાકાત, અમદાવાદ તા. 21 – દિલ્હીથી અમદાવાદમાં મેચ જોવા આવનાર યુવક પાસેથી દારૂનો કેસ નહિ કરવા બદલ તોડ કરવાના કેસમાં 3 પોલીસ કર્મી સહીત 7 ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેશ અને વિદેશથી અનેક મહેમાન મેચની મજા લેવા આવ્યા હતા. જેમાંથી દિલ્લીથી આવેલા કાનવ માનચંદા નામના યુવાનની મજામાં ભંગ પડ્યો હતો. કાનવ માનચંદા દિલ્લીથી વોડકા એટલે કે એક ઈંગ્લીશ દારૂની બોટલ લઈને આવ્યો હતો. 

અમદાવાદ પોલીસનો વધુ એક તોળકાંડમાં મોટી કાર્યવાહી; 3 પોલીસ કર્મી સહીત 7 TRB જવાનો સસ્પેન્ડ

જે નાના ચિલોડા પાસે જી ટ્રાફીક પોલીસના ટ્રાફીક જવાન સહિત ટીઆરબી જવાનોએ દારૂની બોટલ જોઈને કેસ નહિ કરવા માટે પહેલા 2 લાખની માંગણી કરી હતી. જે વાટોઘટો કરતા 20 હજાર રૂપિયા ખાનગી વ્યક્તિના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતની મેચ હારી ગયા બાદ દિલ્લીનો યુવાન કાનવ માનચંદા ગ્રાઉન્ડમાંથી બહાર આવી રહ્યો હતો. ત્યારે મીડિયા સમક્ષ માહિતી જાહેર કરી હતી કે તેની સાથે આવા પ્રકારનો બનાવ બન્યો હતો.

અમદાવાદ પોલીસના ધ્યાને આવતાની સાથે એસીપી કક્ષાના અધિકારીને તાસ સોંપવામાં આવી હતી. જેમાં 3 ટ્રાફીક પોલીસ કર્મી અને 7 ટીઆરબીની તોડમાં ભૂમિકા સામે આવતાની સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દિલ્લીના યુવાન કાનવ માનચંદા ફરિયાદ આપવાની ના પાડવા છતાં ટ્રાફીક વિભાગના પીઆઈ સહિતની એક ટીમ દિલ્લી રવાના કરવામાં આવી છે. ભોગ બનનારની ફરિયાદ લેવા માટે ત્યારે ફરિયાદ નોંધ્યા બાદ 3 પોલીસ કર્મી અને trb જવાનની ધરપકડ પણ કરવામાં આવશે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ ફરીયાદી કાનવ માનચંદા સામે દારૂની બોટલની પણ ફરિયાદ નોંધશે કે કેમ અને પોલીસ કર્મીએ ફરિયાદીને પૈસા પણ પરત કરી આપી મામલો થાળે પાડ્યો છે.

પોલીસ કર્મીના નામ 

  • મહાવીર સિંહ બહાદુરસિંહ
  • વિપુલ સિંહ રામસિંહ
  • તુષાર ભરત સિંહ

TRB જવાનના નામ 

  • જયેશ મનીચંદ્ર
  • નિતેશ ભાટી
  • પ્રકાશ ઝાલા
  • રાઠોડ યુવરાજ
  • વિજય પ્રમય
  • ગૌતમ ધનજીભાઈ
  • અભિષેક કુશહવા
  • દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક સાથે શું બન્યું હતું? ગંધ આવતાં જ IPS સફીન હસને ભર્યું મોટું પગલું

    અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ હતી. તે દરમિયાન દિલ્હીથી મિત્રો સાથે આવેલા કાનવ માનચંદા નામના વ્યક્તિને નાના ચિલોડા પોઈન્ટ પાસે ટ્રાફિક પોલીસે ચેકિંગ માટે રોક્યા હતા. આ દરમિયાન તેની પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું માત્ર દબાણ કરી પૈસા પડવાના ઇરાદે પોલીસ સ્ટેશનમાં લઈ જવા ધમકાવ્યા હતા.

  • શરૂઆતમાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી અને કાયદેસર કાર્યવાહી નહીં કરવા માટે ખાતરી પણ અપાઇ હતી. પરંતુ આ રકમ ખૂબ જ વધારે હોવાનું કહેતા કાનવ માનચંદાએ પતાવટ કરવાનું કહેતા પોલીસકર્મીઓ આ લોકોને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટેનું દબાણ કર્યું હતું. જોકે, રસ્તામાં તેમની પાસેથી પોલીસકર્મીએ રકઝક કરતા ₹1.40 લાખની રકમની માંગણી કરી હતી. પરંતુ આ યુવકો પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતા ₹20 હજારનું UPIથી ત્રાહિત વ્યક્તિના ખાતામાં પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં આ યુવકોને છોડી મુકાતા મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તે દરમિયાન યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0