મહેસાણા તાલુકા પોલીસની ટીમે મારૂતિ કારમાં ચોરીના મોબાઇલ વેચવા જતાં ત્રણ ઇસમોને દબોચી લીધા
મહેસાણા તાલુકા પોલીસે ત્રણેય ઇસમો પાસેથી મોબાઇલ કાર મળી કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
લાખવડ ગામે થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઘરફોડીયા પોલીસના હાથે ઝડપાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 08 -(Sohan Thakor) – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખવડ ગામે ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. જે બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થેયલ ઘરફોડ ચોરી તથા 16 ચોરીના મોબાઇલ જેની કિંમત 1,28,500નો મુદ્દામાલ તથા મારૂતિ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1,78,500નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.
મહેસાણામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ ઘરફોડી ચોરીઓ, મોબાઇલ ચોરીઓની ઘટનામાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ અને ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચના મહેસાણા તાલુકા પી.આઇ જે.પી. સોલંકીના નેતૃત્વમાં પીએસઆઇ એમ.બી.પઢીયાર, એએસઆઇ વિમલકુમાર, એહેકો. હિરેનકુમાર, અપોકો. તરૂણકુમાર, અપોકો. અમરસિંહ, જિજ્ઞેશકુમાર, પ્રકાશભાઇ, મનોજકુમાર, અલ્પેશકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,
એક મારૂતિવાનમાં ત્રણ શખ્સો ચોરી કરેલા મોબાઇલ ફોન વેચવા માટે રામપુરા સર્કલ તરફથી નીકળવાના છે. જે બાતમી મળતાં મહેસાણા તાલુકા પોલીસની ટીમે રામપુરા સર્કલ રોડ પર વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન એક મારૂતિવાન આવતાં તેને અટકાવી તપાસ કરતાં અંદર ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાયા હતા. તેમની પુછપરછ કરતાં તેઓએ લાખવડ ગામેથી ઘરફોડ મુદ્દામાલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જ્યારે તેમની તલાસી લેતાં ત્રણેય શખ્સો પાસેથી 16 મોબાઇલ ફોન મળી આવ્યાં હતા જેની કિંમત 1,28,500નો મુદ્દામાલ તથા મારૂતિ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1,78,500નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોની અટકાયત કરી જેલમાં ધકેલ્યાં હતા.