દાદાની અસ્થિ વિસર્જન કરવા ગયેલ પરિવારના 3 સભ્યો દરિયામાં ડુબતા મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

એક જ પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત થતા શોકનો માહોલ

ભાવનગર ખાતે કોળીયાક દરિયાકાંઠે એક પરિવાર તેમના દાદાજી અસ્થિ વિસર્જન કરવા ગયેલ, અસ્થિ વિસર્જન કર્યા બાદ પરિવાર ના સભ્યો દરિયામાં ન્હાવા ગયા હતા, જેમાં મુળ વલભિપુર તાલુકાના માલપરા ગામના લાભુભાઈ રમતુભાઈ નાયક તેમના પુત્ર જયેશ અને તેમની પુત્રી સરોજબેન છાતી સુધીના પાણીમાં અંદર ચાલ્યા જતા ડુબી જવાથી તેમનુ મોત નિપજ્યુ હતુ.

મળતી માહિતી મુજબ આ પરિવાર તેમના કુંટુંબના દાદાની અસ્થિ વિસર્જન કરવા કોળીયાક નિષ્કલંક દરિયા ખાતે કરવા આવ્યા હતા. જેમા તેમના કૌટુબીંક ભાઈઓ પણ સાથે હતા. પરિવારે લૌકીક વિધી પુર્ણ કર્યા બાદ કુલ 4 સભ્યો દરિયામાં ન્હાવા ગયા હતા. જેમાં લાભુભાઈ ના સગા ભાઈ સહદેવભાઈનો બચાવ થઈ હતો પરંતુ અન્ય ત્રણ સભ્યોના દરિયાએ પ્રાણ લઈ લીધા હતા. 

આ પણ વાંચો – અંબાજી દર્શનાર્થે જઈ રહેલ પરીવારનો અકસ્માત, કારમાં આગ લાગતા ત્રણ ના મોત

દરિયા કિનારે નાસ્તાની લારી ચલાવતા ફિરોજભાઈ સુલેમાને જણાવ્યુ હતુ કે હુ, તેઓને ડુબતા જોઈ દરિયામાં કુદી પડ્યો હતો પરંતુ અમે કંઈ કરી શકીયે એના પહેલા જ  લાભુભાઈ તેમના પુત્ર અને પુત્રીનુ મોત નીપજી ગયુ હતુ. 

આ ઘટનાની જાણ ઘોઘા પોલીસ સ્ટેશનને થતા પી.આઈ. સહીત પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતા જેમાં સહદેવભાઈ જે દરિયામાં ન્હાવા ગયેલ હતા તેમને પોલીસને જણાવ્યુ હતુ કે, અમારે અમારા દાદાજીનુ અસ્થિ વિસર્જન કરવાનુ હોય અમે કાકાના ભાઇઓ સહિત 9 લોકો બપોરના કોળીયાકના દરિયે કિનારે આવેલ અને અસ્થી વિસર્જન કર્યા બાદ હુ તથા લાભુભાઇ અને તેના પુત્ર અને પુત્રી ન્હાવા પડેલ પરંતુ લાભુભાઇના મોટા દિકરી પ્રેગનેટ હોઇ તે તથા લાભુભાઇના પત્ની ન્હાવા પડેલ ન હતા. બાદમાં હુ ન્હાઇને બહાર નીકળી ગયો પરંતુ લાભુભાઇ તથા તેનો દિકરો અને દિકરી છાતી સુધીના પાણી સુધી અંદર જતા રહેતા તેઓ ડુબવા લાગ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.