વડગામ તાલુકાના પાંડવા ગામ નજીક ઝાડ સાથે રીક્ષા ટકરાતા 3 ઘાયલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત વડગામ : વડગામ માં  ભારે પવન અને વીજળી ના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વડગામ તાલુકાના પાંડવા ગામ નજીક મંગળવાર 1 ઝાડ રોડ ઉપર ધરાશાયી થયું. રોડ ઉપર પડેલ ઝાડ સાથે રીક્ષા અથડાતાં રીક્ષામાં બેઠેલ 3 વ્યક્તિઓ ને ઇજાઓ થતાં સારવાર માટે વડગામ ખસેડવામાં આવ્યા હતા.

મંગળવાર રાત્રે વડગામ માં  ભારે પવન અને વીજળી ના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. પવનના કારણે પાંડવા પાસે રોડ ઉપર એક બાવળનું ઝાડ ધરાશાયી થતાં રોડ બંધ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સક્સેના તેમજ પ્રવીણસિંહ રાણા ને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

જે દરમિયાન 1 રિક્ષા ચાલક ને ઉભા રહેવા હાથનો ઈશારો કરવા છતાં ન ઉભો રહેતા રોડ ઉપર પડેલ ઝાડ સાથે રીક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો. જેના કારણે રીક્ષામાં સવાર 3 વ્યક્તિઓને ઈજાઓ થતાં વડગામ સારવાર માટે ખસેડવામાં આવ્યા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.