મહેસાણા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરફેર કરનારની સામે લાલ આંખ કરી છે. જેમાં નંદાસણ પોલીસે ફરિવાર પાસપરમીટના વગરના દારૂનો જથ્થો ભટાસણ-આલમપુરા રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે. નંદાસણ પોલીસે એક કારમાંથી 96 વિદેશી બોટલો સહીત 3,67,600/- રૂપીયાનો મુદ્દામાલ ઝડપી બે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
આ પણ વાંચો – #સાંથલ_પોલીસ : ફરજમાં બેદરકારી દાખવનાર PSI સહીત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા
નંદાસણ પોલીસ સ્ટેશનના કર્મીઓ પેટ્રોલીંગમા હતા ત્યારે ચોક્કસ બાતમી મળેલી એક દારૂ ભરેલી કાર તેમના વિસ્તારમાંથી પસાર થવાની છે. જે ચોક્કસ બાતમી આધારે નંદાસણ પોલીસે ભટાસણ-આલમપુરા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. બાતમી આધારે શીફ્ટ કાર GJ-02-CA-1439 ની અટકાયત કરી તેની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવેલી. જેની કીમંત 57,600/- જેટલી થાય છે. પોલીસને આ ગેરકાયદેસર દારૂ મળી આવતા હેરફેર કરનાર બન્ને આરોપીને ઝડપી તેમના ફોન તથા કાર સહીતનો 3,67,600/-રૂપીયાનો મુદ્ધા માલ ઝપ્ત કર્યો હતો. બન્ને આરોપી વિરૂધ્ધ 65એ,ઈ,116બી,81,98(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઝડપાયેલ આરોપીના નામ (1) સૈયદ ઈકબાલમીયા ગોરામીયા (2) સૈયદ ઈમરાનમીયા મોટામીંયા, બન્ને રહે – ભટાસણ,તા. – કડી, જી. – મહેસાણા