અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટેની એક નવી પહેલ……

શેર કરવા અહીં ક્લિક કરો.

અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટેની એક નવી પહેલ……

  પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા કે પીધેલા દારૂડીયાના 15 થી 20 સેકન્ડના વિડિઓ મો.8980798583 ઉપર વોટ્સએપ કરનારને વિડિઓ દીઠ 10/- રૂપિયા ચૂકવાશે……

      આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ ભરત ઠાકોરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે સરકારની વિધવા પેન્શન યોજનાનું એક અભિયાન શરૂ કર્યું છે જેમાં તા.1/4/2019 થી તા.31/3/2020 એટલે કે આવતા એક વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યની અંદાજીત ત્રણ લાખ વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ અપાવવાનું લક્ષ નક્કી કર્યું છે જેમાં રોજે રોજ આખા ગુજરાતના અનેક જીલ્લાઓમાંથી અનેક લોકો આ અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્તારની વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ અપાવવા પ્રવૃત થયા છે.

       જો કે છેલ્લા એક માસ દરમ્યાનના લોક સંપર્ક દ્વારા એક મહત્વની વાત એ પણ ધ્યાને આવી કે વધુમાં વધુ નાની ઉંમરે વિધવા થયેલી મહિલાઓના પતિ દેશી દારૂના રવાડે ચડીને મૃત્યુ પામ્યા હોવાના પણ અનેક કિસ્સા ધ્યાને આવ્યા હતા.અને એમાંય ઘણા ગરીબ સમાજના લોકો પોતાના સંતાનોના નાની ઉંમરે લગ્ન કરાવી દેતા હોવાથી તેમનો દીકરો કમાતો પણ ના હોઈ કોડ ભરેલી કન્યા જયારે અનેક સ્વપ્નો સાથે સાસરે આવે અને પોતાનો પતિ બેરોજગાર હોવાથી તેની અમુક જીવન જરૂરી ચીજવસ્તુઓની પણ પૂર્તિ ના કરી શકવાને લીધે ધીમે ધીમે બંનેમાં ખટરાગ ઉભો થાય અને કંટાળીને તે પુરુષ ગામની ભાગોળે કે ચૌરાહા ઉપર બેસતા પોતાના મિત્રો પાસે જઈને બેસે… તેમાંના અમુક મિત્રો દારૂડિયા પણ હોઈ તેમને પોતાના ઘરની પરિસ્થિતિની વાત કરતા તે દારૂડિયા મિત્રો એમ પણ કહેતા હોય કે ” ટેંશન છોડને યાર…..લે બે ઘૂંટ દારૂના માર… બધો તનાવ દૂર થઈ જશે…” અને કંટાળેલો તે પુરુષ પછી સોબત એવી અસર કહેવત અનુસાર દારુના રવાડે ચડી જાય છે અને મૃત્યુ પર્યંત તે દારૂ છોડતો નથી…અને ઘણા કિસ્સાઓમાં તો માત્ર પચ્ચીસથી ત્રીસ વર્ષ સુધીની ઉંમરમાં બે થી ત્રણ બાળકોના જન્મ બાદ દારૂડિયા પતિનું મૃત્યુ થઈ જતા તેની પત્ની વિધવા થઈ જાય અને બાળકો તથા પરિવારના ભરણ પોષણની તમામ જવાબદારી તેના માથે આવી જવાથી ઉપરાંત ગરીબ પરિવારના હોવાથી ધંધા વ્યવસાય માટે કોઈ મોટી મૂડી પણ ના હોવાથી અને હાયર એજ્યુકેશન પણ ના હોવાથી કોઈ ધંધો કે મોટી નોકરી પણ ના મળવાના લીધે ગ્રામીણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતી અને પોતાના બાળકોની કફોડી હાલત ના સહન કરી શકતી આવી અમુક વિધવા મહિલાઓ છેવટે પોતે પણ દારૂનો વ્યવસાય શરૂ કરી દેતી હોય છે અને તેના બાળકો પણ બચપણથી જ પોતાની માતાને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી જોવાના લીધે તેઓ પોતે પણ દારૂના વ્યવસાયમાં જોડાઈ પોતાનું જીવન બરબાદ કરી દેતા હોય છે અને આ સાયકલ વર્ષોથી આમની આમ જ ચાલતી હોવાને લીધે ઘણા ખરા પરિવારો જ નહીં આખા સમાજો બરબાદ થયાં હોવાના કિસ્સા પણ નકારી શકાય એમ નથી….

          જો પોલીસ કે પ્રશાસને આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જ હોત તો ક્યારનાયે બંધ કરાવી દીધા હોત પરંતુ હવે આ અડ્ડાઓ ચલાવનારા પોતે જ જ્યારે નક્કી કરશે કે “હવે આપણે આ ધંધો નથી કરવો” ત્યારે જ આ બદી દૂર થશે કારણ કે આવા દેશી દારૂના અડ્ડાઓ ચલાવનારાઓ પોતે પણ સુખી નથી જ…..તપાસ કરી જો જો…જે કોઈ લોકો આ દેશી દારૂરૂપી ઝેર વેચે છે તેમાંના મોટાં ભાગના બુટલેગરોના ઘરમાં કોઈને કોઈ બીમારી પાછળ દારૂમાંથી કમાયેલા પૈસા ખર્ચાતા હશે, કાં તો તેની પોતાની યુવાન પુત્રી પણ વિધવા થઈ ગઈ હશે…કાં તો તેના પતિને ઘર જમાઈ લઈને આવી હશે….અથવા તો તે બુટલેગરનો યુવાન પુત્ર કોઈ અકસ્માતે મોતને ભેટેલો હશે…

         દરેક માતા પિતા પોતાનાં સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાળી મજૂરી કરીને પૈસા કમાતા હોય છે પરંતુ આ રીતે દારૂના અડ્ડાઓ ચલાવી અનીતિથી કમાયેલા પૈસાથી જે સંતાનો માટે પૈસા કમાઓ છો તે જ જો સુખી ના રહેતા હોય, જીવિત ના રહેતા હોય તો તેવા પૈસા કમાવાનો અર્થ શું??? અને તેથી જ આ દારૂરૂપી દાનવને હણવા માટે પ્રજાને જ જાગૃત કરવા અમે આ એક નવતર અભિયાન શરૂ કર્યું છે જેમાં પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા કે દારૂ પીધેલા દારૂડિયાઓના દસ થી પંદર સેકન્ડના વિડિઓ બનાવી અમારા મોબાઈલ નંબર 8980798583 ઉપર વોટ્સએપ કરશે તેમને અમે પ્રોત્સાહનરૂપે એક વિડિઓ દીઠ દસ રૂપિયા આપીશું અને આ રીતે થોડીક રોજગારી પણ વધારી શકીશું….અને આ મેસેજને સોશ્યલ મીડિયામાં પણ વધુમાં વધુ લોકો સુધી વાયરલ કરી ઘણાં ઘરોને ઉજડતા બચાવી પુણ્યના ભાગીદાર બનશો….જય હિંદ….ભારતમાતા કી જય….વંદે માતરમ….

શેર કરવા અહીં ક્લિક કરો.