ગરવી તાકાત,ગાંધીનગર
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાનું સત્ર અંગે તારીખ નક્કી કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર 21 થી 25 સપ્ટેમ્બર સુધી ટુંકા ગાળાનુ પાંચ દિવસ સુધીનુ સત્ર મળશે.
ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપી હત કે આ સત્રમાં 24 સુધારા સાથેના બિલ રજુ કરવામાં આવશે,તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા સત્રમાં 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયક લવાશે જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ પાસાના સુધારા ગુંડા નાબુદી ધારા મહેસુલ રજિસ્ટ્રેશન એકટમા સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે ચોમાસુ સત્ર 5 દિવસ માટે દરરોજ 10 કલાકે વિધાનસભાની કામગીરી ચાલશે. પંરતુ આ 5 દિવસના ચોમાસુ સત્રમાં 24 વિધેયકો ઉપર વિસ્તાર પુર્વક ચર્ચા કેવી રીતે થઈ શકશે એવા સવાલો ઉઠી રહ્યા છે.