ગરવીતાકાત સુરત:ટ્યુશન કલાસમાં લાગેલી આગની ગોઝારી ઘટનામાં મોતને શરણે થયેલા 22 વિધાર્થીઑને વડોદરાના મકરપુરા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.સુરત ખાતેની આગમાં 22 વિધાર્થીઓના જીવન દીપ ઓલવાઈ ગયા. ઘટનાથી વ્યથિત થયેલ ભાગવતાચાર્ય મનોજભાઈ શાસ્ત્રી દ્રારા મોતને શરણે ગયેલા જીવોને મોક્ષ મળે તે માટે ભાગવત કથામા શ્રદ્ધાંજલિ આપવામાં આવી .ભાગવત કથામાં ઉપસ્થિત રાષ્ટ્રીય પરશુરામ સેનાનાં પ્રદેશ અધ્યક્ષ તથા વડોદરાનાં બ્રહ્મ અગ્રણી શ્રી વિશાલ દવે, રાષ્ટ્રીય પરશુરામ સેનાનાં પ્રદેશ મહા સચિવ કેયૂર ભટ્ટ તથા સમસ્ત મકરપુરા વિસ્તારના ભક્તગણે સુરતની ઘટનામાં મોતને શરણે ગયેલા વિધાર્થીઓના આત્માને મોક્ષ તેમજ શાંતિ મળે તે માટે મીણબત્તી પ્રકટાવીને પ્રાથના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Contribute Your Support by Sharing this News: