Mock Drill in Agra Hospital
Mock Drill in Agra Hospital

ઉત્તર પ્રદેશનાં આગ્રામાં પારસ હોસ્પિટલમાં મોકડ્રીલ દરમ્યાન ઓક્સિજનનો સપ્લાય કાપવાના કારણે 22 દર્દીઓનાં મોતનાં સમાચાર મળતા ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં હોસ્પિટલનાં ઓપરેટર ડો.અરિંજય જૈન, કબૂલાત કરતા જાેવા મળે છે કે મોકડ્રીલ દરમિયાન 5 મિનિટ ઓક્સિજનનો સપ્લાય બંધ રહ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ યુપી સરકારે તપાસનાં આદેશ આપ્યા છે. આ સાથે જ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આગ્રા ઘટનાને લગતા સમાચારોનો સ્ક્રીનશોટ શેર કરતાં  પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, ‘ભાજપના શાસનમાં ઓક્સિજન અને માનવતા બંનેની ભારે અછત છે. આ ખતરનાક ગુના માટે જવાબદાર તમામ સામે તાકીદે પગલા લેવા જાેઈએ. દુઃખની આ ઘડીમાં મૃતકોનાં પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના.

ઉત્તર પ્રદેશનાં આગ્રામાં એક હોસ્પિટલનાં ઓપરેટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓપરેટર કહી રહ્યો છે કે તેણે 5 મિનિટ સુધી ઓક્સિજન બંધ કરીને તેની હોસ્પિટલમાં મોકડ્રીલ કર્યું હતુ. જેમાં સામે આવ્યુ હતુ કે,  22 કોવિડ દર્દીઓ આ કારણથી મૃત્યુ પામ્યા છે. આ વીડિયો 26 એપ્રિલનો હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ આધારે હવે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ ભાજપ સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: