ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની જુગારીઓ પકડાયા છે. માઉન્ટઆબુની હોટલ લાસામાં જુગાર રમતાં 22 ગુજરાતીઓ ઝડપાયા છે.

માઉન્ટ આબુ પોલીસે બાતમીના આધારે રેડ કરી હોટલના રૂમમાં જુગાર રમતાં 22 જુગારીઓ પકડી પાડ્યા છે. જેમની પાસેથી 2,63,000 રૂપિયા રોકડા અને 5,18,000 રૂપિયાના ટોકન જપ્ત કર્યાં છે. પોલીસે જુગારના સાહિત્ય અને 25 મોબાઇલ અને 5 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે. માઉન્ટઆબુ પોલીસે 22 જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આબુની લાસા હોટલમા જુગારની મહેફિલ ચાલી રહી હતી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં જુગાર રમતા ગુજરાતના જુગારીઓ પકડાયા છે. આબુની લાસા હોટલમા જુગારની મહેફિલ ચાલી રહી હતી. ત્યારે માઉન્ટ આબુ પોલીસે રેડ કરી જુગારીઓ પકડી પાડ્યા છે. જેમની પાસેથી 2 લાખ 63 હજારની રકમ ઝડપી મળી આવી છે. તો અંદાજે 5 લાખ અઢાર હજારના ટોકન પણ મળી આવ્યા છે. હોટલની બહાર જુગારીઓની મોંઘીદાટ એવી 5 ગાડી પણ ઝડપી પાડી છે.

સિરોહી એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જેમાં મોટાભાગના આરોપીઓ ગુજરાતી આરોપીઓ છે. આ ગુજરાતીઓ ગોઝારીયા, રાજકોટ કલોલ, અંબાજી, લાંઘણજ દ્વારકા, અમદાવાદ, દિયોદર, પાંથાવાડા, પાલનપુરના હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

તમામ આરોપીઓને માસ્ક પહેરાવીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: