મોરવાડા PHC અંડરનાં ગામોની 22 આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિવિધ માંગણીઓને લઈ આશા વર્કરોએ મોરવાડા PHC ના મેડિકલ ઓફિસરને આવેદનપત્ર આપ્યું :

ગરવી તાકાત થરાદ : મોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્ડરના ગામોની અંદર આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ બુધવારે મોરવાડા PHC ના મેડિકલ ઓફિસરને રૂબરૂ આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદ્દતની હડતાળ આદરી છે,
વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે,ત્યાં વિવિધ સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરી રહ્યા છે,મંગળવારથી અંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનો હડતાળ પર ઉતરી છે,ત્યાં હવે ગામડાઓમાં આરોગ્ય વિભાગ સાથે રહી કામગીરી કરતી આશા વર્કર બહેનોએ પણ હડતાળનું અસ્ત્ર ઉગામ્યુ છે,જેમાં મોરવાડા PHC અંડરના ગામોમાં ફરજ બજાવતી 22 આશા વર્કર બહેનોએ ઇનસેન્ટિવ પ્રથા બંધ કરી લઘુતમ વેતન આપવામાં આવે, વર્ગ 4ના મહેકમમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે,
કામનો સમય નક્કી કરવામાં આવે,અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટરનીટી લિવ આપવામાં આવે,હેલ્થ વેલનેસ સેન્ટર અંતર્ગત NCD પ્રોગ્રામ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે,45 વર્ષથી ઉપરની મહિલાઓને પેંશનમાં સમાવેશ થાય,અને સરકારી ઓળખકાર્ડ આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સંદર્ભે મોરવાડા PHCના મેડિકલ ઓફિસર ડો.અશ્વિનભાઈ પંડ્યાને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં આરોગ્યની કામગીરી પર અસર પડશે એવું જણાઈ રહયું છે
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.