— સુઇગામ BOP ખાતેથી 123 બતાલિયન ના કમાંડેન્ટ કુળવીન્દ્રસિંઘે ફ્લેગ માર્ચ કરી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું :
— જમ્મુથી નીકળેલી સાઇકલ રેલી નડાબેટ જવા રવાના :
— જમ્મુથી કચ્છ સુધી BSFના જવાનોની સાઇકલ રેલી :
— સરહદના ગામડાઓમાં BSF ની કાર્યપધ્ધતિ થી વાકેફ થાય તે માટે સાઇકલ રેલીનું આયોજન કરાયું છે :
ગરવી તાકાત સુઇગામ : 14 જવાનો 2177 કી. મી ની યાત્રા.જમ્મુના ઓક્ટ્રોય ચોકી થી ગુજરાત ના કચ્છ BSF ચોકી સુધી સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.જમ્મુ,પંજાબ,રાજસ્થાન અને ગુજરાતના 4 પડાવો પસાર કરવામાં અનેક લોકોએ સાઈકલીસ્ટો નું સ્વાગત કરાયું છે,એકતા અને ભાઈચારો જળવાઈ થઈ,સાઈકલિંગના માધ્યમથી સ્વસ્થ ભારત ના મેસેજ ને સાકાર કરાઈ રહ્યો છે,
ગ્લોબલ વોર્મિંગ સામે સાઇકલ રેલી પર્યાવરણ સામે જાગૃતિ નો સંદેશ આપે છે,દેશના સરહદી ગામોના યુવાનો વધુમાં વધુ સેનામાં જોડાય, વ્યસનોથી દૂર રહે, એવી અપીલ કરાઈ હતી.સીમાવર્તી ક્ષેત્રો માં સાઇકલ રેલીના માધ્યમથી મેસેજ આપીએ છીએ કે દ્રગ,કે વ્યસનોથી દૂર રહો,સાઇકલ ચલાવવાથી ફિટનેસ જળવાઈ રહેશે,