રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓની સંખઅયા ચારસોનો આંક વટાવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના પોઝીટીવના ૪૧૫ દર્દીઓ ઉમેરાતા અત્યાર સુધીનો કુલ આંકડો ૧૭૬૩૨ પર પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદના ૨૪ સહિત ૨૯ જણાના મોત નીપજ્યા છે. આ સાથે મૃત્યુઆંક ૧૦૯૨ પહોંચ્યો છે. આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો વધીને ૧૧૧૪ નોંધાયા છે. વેન્ટીલેટર પર ૬૨ વ્યક્તઓ છે. ગુજરાતમાં આજે ૪૧૫ નવા કોરોના પોઝિટીવ દર્દી ઉમેરાતા કોરોનાથી સંક્રમીત થવાનો કુલ આંકડો ૧૭૬૩૨ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૯ વ્યÂક્તઓના કોરોનાને લીધે અવસાન થયું છે. જેમાં અમદાવાદમાં ૨૪, અરવલ્લીમાં ૨, અને સુરત, મહેસાણા અને જુનાગઢ ખાતે ૧ વ્યÂક્તોના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૦૯૨ કુલ મૃત્યુ નોંધાયા છે. આજે અમદાવાદમાં ૨૭૯ નવા કોરોના પોઝીટીવ ઉમેરાતા કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓનો આંકડો ૧૨૭૭૩ થયો છે.

Contribute Your Support by Sharing this News: