ત્રણ બાળકોના પિતા પંડિત વિનોદને છેલ્લાં 2 વર્ષથી આ મહિલા સાથે અફેર હતું

અજબ-ગજબ ડેસ્ક: મધ્ય પ્રદેશમાં 21 વર્ષની યુવતી લગ્નના બે અઠવાડિયાં પછી દાગીના અને રૂપિયા લઈને તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. પ્રેમી-પંખીડાં ઘર છોડીને ભાગી જાય તે વાતમાં કોઈ નવાઈ નથી, પણ આ કેસમાં રસપ્રદ વાત એ છે કે, યુવતી કોઈ બીજા યુવક સાથે નહીં, પણ તેના લગ્ન કરાવનારા ગોરમહારાજ સાથે જ ભાગી ગઈ હતી.

છૂમંતર
સિરોંજ શહેરના ટોરી બાગરોદ ગામમાં દુલ્હન લગ્નના 15 દિવસ પછી એ જ પંડિત સાથે ભાગી ગઈ જેણે વિવાહ મંડપમાં તેના ફેરાં કરાવ્યા હતા. 7 મે ના રોજ તેના લગ્ન થયા હતા. લગ્ન પછી તે થોડા દિવસ પિયર રોકાવા આવી હતી. 23 મે ના રોજ તે પંડિત સાથે દોઢ લાખના ઘરેણાં અને 30 હજાર રૂપિયા રોકડાં લઈને છૂમંતર થઈ ગઈ હતી. સિરોંજ શહેરના પોલીસ શકુન્તલા બામણિયાએ કહ્યું કે, હાલ પંડિત અને તેના પરિવારનો પણ ગામમાં કોઈ પતો નથી.

અફેર
ફરાર પંડિતનું નામ વિનોદ શર્મા છે. ત્રણ બાળકોના પિતા વિનોદને છેલ્લાં 2 વર્ષથી આ મહિલા સાથે અફેર હતું. ગામનો બીજો પરિવાર લગ્ન કરાવવા માટે ગોરમહારાજને શોધી રહ્યો હતો. તે સમયે પંડિત તેની વિવાહિત પ્રેમિકા સાથે ભાગી ગયો હોવાની વાત પ્રકાશમાં આવી હતી. પંડિત જે દિવસે તેના ઘરે હાજર નહોતો, તે જ દિવસે યુવતીના પરિવારે તેની ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી.

પોલીસ હાલ પરણેલી પ્રેમિકા અને ગોરમહારાજને શોધી રહી છે.

Contribute Your Support by Sharing this News: