રાજ્યમાં આ વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ રહેતા ખેડૂતો અને લોકો ની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ શ્રવણના સાંબેલાધાર સરવરિયા ભાદરવામાં પણ મુસળાધાર વરસી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના ડેમ જે, લગભગ ખાલી હતા, તે તમામ ભરાઈ ગયા છે, તો ઘણા ઓવરફ્લો પણ થયા છે.ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા નદી નો સરદાર સરોવર ડેમ પાનાં વારે તેની ઐતિહાસિક સપાટી નોધાવી રહ્યો છે. તેની વચ્ચે આજે આ ડેમ ઓવેર ફ્લો થવાના સમાચાર મળી રહ્યા છે.

સરદાર સરોવર ડેમ માં સતત નવા પાણી ની આવક થી રહી છે, જેને લઈ ને હવે સરદાર સરદાર સરોવર ડેમ છ્લકવામાં માત્ર 2 મીટર જ બાકી રહ્યો છે. ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે ડેમ માં 5 લાખ 34 હજાર 271 ક્યૂશેક નવા પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમ ની સપાટી 135.62 મીટર પોહચી ચૂકી છે. હાલમાં ડેમ ના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને ડેમમાં થી 4 લાખ 47 હજાર ક્યુશેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હજુ પણ રાજયમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. અને રાજીના ઘણા ભાગોમાં વરસાદ મન મૂકી ને વરસી પણ રહ્યો છે.ગત રાત્રિ એ પણ રાજ્યના અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, વિગેરે જગ્યાએ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતનાં પણ ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોધાયો છે.જો આજ ગતિએ વરસાદ અને ડેમ માં નવા નીર ની આવક ચાલુ રહી તો ટૂંક જ સમયમાં નર્મદા ડેમ ઓવર ફ્લો થી શકે છે.