Hamas war- હમાસ અને ઇઝરાયેલના યુધ્ધના આજે 21માં દિવસ પછી પણ યુધ્ધ રોકાય તેવા કોઇ એંધાણ નથી, 21 દિવસમાં યુધ્ધમાં 8 હજાર 500થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલ છેલ્લા 24ક લાકમાં હમાસ આતંકીના પાંચ કમાન્ડરોનો ખાત્મો બોલાવ્યો છે. દરમ્યાન ઇઝરાયેલી સેના ગાઝામાં જમીન માર્ગે ત્રણ વાર ગાઝામાં ઘુસી હતી અને પાછી આવી હતી, હુમલો નહોતો કર્યો તેવા સમચારો છે.
ઇઝરાયેલ અને હમાસના આતંકીઓ વચ્ચેના યુધ્ધને21 દિવસ પૂરા થયા છે. જેમાં બન્ને પક્ષે ખુમારી થઇ છે. આ ત્રણ સપ્તાહના યુધ્ધ દરમ્યાન 2913 બાળકો સહિત 7028 ફિલીસ્તાનીઓ માર્યા ગયા છે. જ્યારે 1400 જેટલા ઇઝરાયેલીઓના મોત થયા છે. 21 દિવસ પછી પણ યુધ્ધ બંધ થવાના કોઇ એંધાણ વરતાતા નથી. ગાઝામાં ચારેબાજુ ખોફનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દફનમાં લપેટાયેલા બાળકોને લઇને મા-બાપ રોકકળ કરતા જોવા મળે છે. લોકોને ખાવા-પીવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજીબાજુ હમાસ પ્રતિનિધિમંડળના એક સભ્યના હવાલાથી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે ગાઝામાં 7 ઓકટોબરે ફિલ્મ સભ્યની આતંકીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોમાંથી 50ના મોત થઇ ગયા છે. ગુરુવારે પણ ઇઝરાયેલે ગાઝાપર હવાઇ હુમલામાં 250થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલી સીમા પાસે મિસરનારાતા સમુદ્ર રિસોર્ટ શહેર તાબા પર મિસાઇલ એક ચિકિત્સા સુવિધાને નિશાન બનાવતા 6 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકના હવાઇ હુમલામાંહમાસના પાંચ કમાન્ડર માર્યા ગયા હતાં.