મહેસાણાની પરિમલ સોસાયટી આગળ નાની બાબતમાં બોલચાલ થતા એક શખ્સે છરી વડે હુમલો કરી એક કિશોરને ઘાયલ કરી દીધો હતો. જે મામલે આરોપી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.
મહેસાણાની રાધનપુર ચોકડી પાસે આવેલ લશ્કરી કુવા વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ બુધવારના રોજ રાધનપુર ચોકડી પાસે ઉભા હતા ત્યારે તેમના કૌટુબિંક કાકાએ તેમની પાસે પાન મસાલ માટે 20 રૂપીયા માંગ્યા હતા. તેમને પૈસા આપવાની મનાઈ કરતા તેમની વચ્ચે સામાન્ય બોલચાલ થઈ હતી. બાદમાં બન્ને ભાઈઓ ત્યાથી નીકળી ગયા હતા. પરંતુ પૈસા નહી આપવાની વાતની અદાવત રાખી આરોપીએ પરિમલ સોસાયટીની સામે બેઠેલા કિશોર ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. જેથી તેને માથાના ભાગે છરીના ઘા વાગતા કિશોરનો મોટો ભાઈ તેને સીવીલ હોસ્પીટલ લઈ ગયો હતો.
આમ છરી વડે હુમલો કરી કિશોરને ઈજાગ્રસ્ત કરવાના ગુનાસર મહેસાણા બી ડીવિઝન પોલીસે આરોપી ગુલાબ ફરિદભાઈ સીંધી વિરૂધ્ આઈ.પી.સી.ની કલમ 323,324 મુજબ ફરિયાદ દાખલ કરી હતી.