જૂનાગઢ SOG ના 2 PI 1 ASI એ ખાખી વર્દીને કલંક લગા઼ડ્યું 

શેર કરવા અહીં ક્લિક કરો.

જુનાગઢનાં કથિત લાખોનાં તોડકાંડમાં બે PI-જમાદાર વિરૂધ્ધ ગુનો દાખલ

મોટી રકમના બેંક એકાઉન્ટ ફ્રિજ કરાવી અરજદારો પાસેથી લાખોનો વહીવટ ? : ગુનો દાખલ થતા ત્રણેય ફરાર :
પશ્ચિમ બંગાળનાં ખાતેદારને જુનાગઢ બોલાવી રૂપિયા માંગતા કૌભાંડનો પર્દાફાશ 

ગરવી તાકાત, જુનાગઢ, તા. 27 – જુનાગઢ એસઓજીના બે પીઆઇ એક એસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મીઓએ વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવવાનો કારસો કર્યાની ઘટનામાં સંડોવણી બહાર આવતા બે પીઆઇ એક એસઆઇ સામે ઈન્ચાર્જ રીડર પોલીસ ઇન્સ્પેકટર ના.પો. મહાનિરીક્ષક કચેરીના એસ.એન.ગોહિલએ બી ડીવીઝન પોલીસમાં ઇપી  કોલમ 167, 46પ, 467, 471, 385, 389, 114, 120(સી) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા 2018) એકટની કલમ 7, 12 મુજબ ગુનો નોંધી પોરબંદર ના.પો. અધિકારી ઋતુ અમરસિંહ રાણાએ તપાસ હાથ ધરી છે. આ કથીત પ્રકરણમાં બે પીઆઇ, એક એએસઆઇને તત્કાલીન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે હાલ આ ત્રણેય અધિકારીઓ ફરાર થઇ જવા પામ્યાનું જાણવા મળેલ છે.

NEWS TRAIL

આ અંગેની બી ડીવીઝન પોલીસમાં રીડર પી.આઇ. પોલીસ ના.પો. મહાનિરીક્ષકના ગોહિલે નોંધાવેલી ફરીયાદમાં  ગત તા. 17-1-2023થી કોઇ પણ સમયે આરોપીઓ એ.એમ.ગોહિલ તત્કાલીન પીઆઇ (ફરજ મોકુફ) અને દીપક જગજીવન જાની એએસઆઇ તત્કાલીન (એએસઆઇ)અને એક અજાણ્યા આરોપી સહિત ચારેય આરોપીઓએ એલસીબી જુનાગઢ પ્રોહી, જુગાર, ડ્રાઇવ મેસેજનો ખોટો આધાર લઇ ગેરકાયદેસરનું ગુપ્ત ઇનપુટ નં. 8/2023 તા. 17-1-2023 ઉભુ કરી ઘણી બધી બેન્કોને સીઆરપીસી કલમ 91 તથા 1ર0 મુજબ નોટીસો કાઢી ખોટી રેકર્ડ ઉભુ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી બેન્ક એકઉન્ટો ફ્રિજ કરાવી અરજદાર વેપારીઓ પાસેથી નાણા પડાવવા  માટે તથા હાની પહોંચાડવાના ઇરાદેથી પોતાના રાજય સેવક પોલીસ અધિકારીના હોદ્દાનો ગેરઉપયોગ ખોટો દસ્તાવેજ બનાવી તેમજ અરજદાર વેપારી કાર્તિક જગદીશ ભંડેરીને ઇ.ડી.માં રીપોર્ટ કરવાની ધમકી આપી હતી.

તેમજ એએસઆઇ જાની સાઇબર ક્રાઇમ બ્રાન્ચ સેલ જુનાગઢ (હાલ ફરજ મોકુફ) એ પ્રાથમિક ઇન્કવાયરીમાં આપેલ નિવેદન મુજબ આ તમામ બેન્ક એકાઉન્ટો પી.આઇ. તરૂણ ભટ્ટનાઓએ એ પોલીસ ઇન્સપેકટર એ.એન.ગોહીલને આપેલ હતા તેમજ દીપક જાની, એએસઆઇ સાઇબર ક્રાઇમ સેલ, જુનાગઢનાએ અરજદાર કાર્તિક જગદીશ ભંડેરી પાસેથી રૂા. 25 લાખની માંગણી કરેલ અને કહેલ કે અન્ય ખાતાધારકોએ વીસ-વીસ લાખ આપેલ છે અને તેમનું કામ થઇ ગયેલ છે તેમ કહી કાર્તિક જગદીશભાઇ ભંડેરી પાસે નાણાની માંગણી કરેલ હતી. જેમાં ઉપરોકત બંને પીઆઇ એસ.એન.ગોહિલ એસઓજી અને તરૂણ ભટ્ટ પીઆઇ એસઓજી તથા પોલીસકર્મીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી અતિ ગંભીર ગુનો કર્યાની ફરિયાદ ઇન્ચાર્જ પીઆઇ એસ.એન.ગોહિલે ફરીયાદી બની ગુનો બી ડીવીઝન પોલીસમાં દાખલ કરતા હાલ આ બંને પીઆઇ અને એએસઆઇ ફરાર થઇ ભુગર્ભમાં ઉતરી ગયા છે.

મળતી વિગત મુજબ આરોપી પીઆઇ તરૂણ ભટ્ટ અમદાવાદ ખાતે એસઓજીમાં 2 હજાર કરોડના કથીત કૌભાંડમાં જુનાગઢ ખાતે તેમની બદલી થવા પામી હતી. ત્યાં પણ બેન્કોના ખાતામાં કોનું મોટુ ટ્રાન્જેકશન છે તેની વિગતો મેળવી તેને બોલાવી રૂપિયાનો તોડ કરતો હોવાની થીયરી અપનાવી બહારના રાજયો બેંગ્લોર, મેંગ્લોર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ બહારના રાજયોના વેપારીઓને બોલાવી તોડ કરવામાં માહીર હોવાનું ચર્ચાય રહ્યું છે.

આ કથીત કૌભાંડમાં રાજયના ડી.જી. પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલીક 24 કલાકમાં રીપોર્ટ રજુ કરવાની તાકીદ કર્યાનું જાણવા મળેલ છે. અને તપાસનો દૌર અમદાવાદ-ગાંધીનગર દ્વારા હાથમાં લઇ લીધા પણ જાણવા મળી રહ્યું છે. આ કથીત કૌભાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.