ગઢ ખાતે સોના ચાંદી ની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી 2 શખ્સો ૨.૭૫ લાખના સોનાના દાગીના લઈ ફરાર થયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકા ના ગઢ ખાતે સલ્લા રોડ પર આવેલી પાયલ જવેલર્સ નામની દુકાનમાં બે અજાણ્યા ઈસમો એ વેપારી ની નજર ચૂકવી અંદાજિત ૫૪ ગ્રામ સોના ના દાગીનાની ઉઠાતરી કરી ફરાર થઇ જતાં વેપારી એ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના ગઢ ખાતે સલ્લા રોડ પર પાયલ જવેલર્સ નામની દુકાન ચલાવતા  મોતીભાઈ  રમણલાલ સોની પોતાની દુકાને થી  ગત ૧૮ જૂન ના રોજ તેમના માતા બીમાર હોઈ બપોરે એક વાગ્યાના સુમારે દવા આપવા ઘરે ગયા હતા અને દુકાન પર તેમના પિતાજી બેઠેલા હતા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવી તેમને દાગીના લેવા છે તેમ કહી દાગીના બતાવવા નું કહેતા રમણલાલ સોની એ તેમને દાગીના બતાવતા  આ બંને ઈસમો એ તેમની નજર ચૂકવી  અલગ અલગ પ્રકારના સોનાના ૫૪ ગ્રામ જેટલા વજન ના જેની કિંમત ૨.૭૫ લાખની ઉઠાતરી કરી ફરાર થઇ જતાં
વેપારી એક દમ ગભરાઈ ગયા હતા અને આજુબાજુ ના વેપારીઓ જાણ કરતા આજુબાજુ થી  આવેલા વેપારીઓ દ્વારા તપાસ કરતા આ બંને ઈસમોનો ક્યાંય પતો ના લાગતા ગઢ પોલીસ ને જાણ કરી હતી જેના પગલે ગઢ પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ના આધારે તપાસ હાથધરી હતી. જોકે ૬ દિવસ સુધી પણ કોઈ ભાળ ના મળતા આખરે વેપારીએ આજે ફરિયાદ નોંધાવી હતી  જેના પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.