કડી-થોળ રોડ પર આવેલી નર્મદા કેનાલ પર આઈવા ટ્રકે કારને ટક્કર મારતા 2 લોકોને ઇજા

શેર કરવા અહીં ક્લિક કરો.

— આઈવા ટ્રકે ટક્કર મારતા ગાડી ફંગોળાઈ ગઈ :

— ગાડીમાં સવાર બે લોકોને ઇજા પહોંચી :

ગરવી તાકાત મહેસાણા : કડીના થોળ રોડ પર આવેલ નર્મદા કેનાલમાં મધરાત્રે આઈવા ટ્રક તેમજ કારને અકસ્માત થયો હતો જો કે અકસ્માતમાં બે લોકોને ઇજાઓ પહોંચતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અજાણે આવ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી કડી-થોળ રોડ ઉપર આવેલ સિંધોઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલ નર્મદા કેનાલ ઉપર મધરાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી તુષારભાઈ પટેલ કે જેઓ પરિવાર સાથે લક્ઝરી બસમાં દ્વારકા થી અમદાવાદ આવ્યા હતા અને તેમના મિત્રની કાર લઈને કડીતરફ આવી રહેલા હતા
જે દરમિયાન રાત્રી સમય કડી-થોળ રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાસે પહોંચતાં કડીથી થોળ તરફ જઈ રહેલ આઇવા ટ્રકે અમદાવાદ તરફથી આવી રહેલ ક્રિયા ગાડી નંબર GJ 1 WE 9089 ધડાકાભેર ટક્કર મારતા ગાડી ફંગોળાઈ ગઈ હતી અને અંદર બેસેલા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જાતા રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ દોડી આવ્યા હતા તેમજ ઇજાઓ થયેલા લોકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને થતા  પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.