ગરવીતાકાત,તારીખ:૧૭ 

લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકામાં રૂપિયા ૨૧ લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોના ખાત મહુર્ત કરાયુ હતુ.બાબરા તાલુકાના લોકોને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ થાઈ અને દરેક ગામમાં વિકાસના કાર્યોને પૂરતો વેગ મળે તેવી ભાવના અને સેવા સાથે સતત આગળ વધી લાખો કરોડોના વીકાસના કાર્યો મંજુર કરાવી ખાતમહુર્ત કરવાનું ગૌરવ મેળવી રહ્યા છે. બાબરા તાલુકાના ગરણી, ઇશ્વરીયા અને ખાનપરમાં ‚પિયા ૨૧ લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાત મહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવતા ગામના સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાના ગરણીમાં બ્લોગ રોડ, સાધુસમાજના સ્મશાન, વોશિંગ ઘાટ, કબ્રસ્તાન અને ભૂગર્ભ ગટરનું કામ મળી અન્ય માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા ૬.૪૫ લાખના ખર્ચે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ખાનપરમાં ગામમાં તેમજ મુખ્ય બઝારોમાં બ્લોગ રોડ અને સીસી રોડ ૫.૫૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે તેમજ ઇશ્વરીયા ગામમાં રૂપિયા ૯.૧૨ લાખના ખર્ચે નવું બસ્ટેન્ડ, સીસી રોડ, બ્લોગ રોડ બનાવવામાં આવશે.

આમ બાબરા તાલુકાના ઇશ્વરીયા, ગરણી અને ખાનપરમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ૨૧ લાખની વધુના વિવિધ વિકાસના કામો ને મંજુર કરી તેનું આજે ગામડાઓમાં ખાતમહુર્ત કરી ગૌરવ વ્યક્ત કર્યું હતું. તાલુકાના ગામડામાં વિકાસના ખાત મહુર્ત પ્રસંગે જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, સહિતના ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.