કડીનાં ચડાસણા પાટિયા પાસે લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ગઇ હતી. આ અકસ્માતમાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસે લકઝરી ચાલકને ઝડપી તેની સામે ગુનો નોંધ્યો છે.
સોમવારે સાંજે, અમદાવાદ શહેરમાં રહેતો પરિવાર પોતાના વતન ચાણસ્માના રૂપપુર ગામેગયો હતો, ત્યાંથી પરત ફરી રહ્યાં હતાતે દરમ્યાન નંદાસણ નજીક ચડાસણા પાટિયે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે બાળકો સહિત 4નેગંભીર ઈજા થઇ હતી.જેથી ઇજાગ્રસ્તોને કલોલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.
આ અસક્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 4ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા. નંદાસણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લકઝરી ચાલક (GJ 02 XX 5959) વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.