મહેસાણામાંથી 2 શખ્સો ચોરીના બાઈક સાથે ઝડપાયા છે. એન્ટી વ્હિકલ થેપ્ટ ટીમ દ્વારા 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, પાટણથી ઉંઝા થઈ મહેસાણા તરફ 2 ઈસમો શંકાસ્પદ હાલતવાળુ વાહન લઈ પસાર થવાને છે. જેથી ટીમે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધા હતા.
આ પણ વાંચો – જગુદણ રેલ્વે કોરીડોરમાં ખનન ચોરી કરતી આર્યવર્ત કંપનીને ભુસ્તર વિભાગે રંગે હાથ ઝડપી વાહનો કબ્જે કર્યા !
એન્ટી વ્હિકલ થેપ્ટ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે શંકાસ્પદ હાલતમાં, GJ-24-AG-7145 નંબર વાળુ સ્પ્લેન્ડર બાઈકને 2 ઈસમો પસાર થવાના છે. જેથી સદર નંબરવાળા બાઈકના ઈસમોને રોકી તેમનુ નામ ઠામ પુછતા (1) ગોસાઈ અમરીશગીરી રાજેન્દ્રગીરી, રહે – અર્જુનનગર સોસાયટી, તા,જી.મહેસાણા, (2) ઠાકોર કરણસીંહ અમરસીંહ, રહે – શ્રમજીવી સોસાયટી,ડીસા હાઈવે રોડ પાટણવાળો હોવાનુ જણાવ્યુ હતુ. મોટર સાયકલના ચેચીસ નંબર પરથી સામે આવ્યુ હતુ કે વાહનનો નંબર G.J-02-CF- 5824 છે. જે મહેસાણાના રાધનપુર ચોકડીના પટેલ જ્વેલર્સ પાસેથી ચોરાયુ હતુ. જેની ફરીયાદ મહેસાણા બી ડીવીજન પોલીસ મથકે નોંધાઈ હતી. આરોપીઓએ પોતાનો ગુનો કબુલી લેતા મોટર સાયકલ ચોરીને ગુનો ડીટેક્ટ થયો હતો.