મહેસાણા શહેર ખાતેથી એલ.સી.બી એ બાતમી આધારે દેશી બનાવટની રીવોલ્વર,પીસ્ટોલ તથા દેશી તમંચા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી ઝપ્ત થયેલ હથીયારોમાં એક – એક રીવોલ્વર,પીસ્ટોલ તથા 3 દેશી તમંચા સહીત બારબોર કાર્ટીઝ નંગ 11 તથા ધાતુના 30 નંગ કાર્ટીઝ બરામદ થયા હતા.
ગતરોજ મહેસાણા એલ.સી.બી.ને ચોક્કર બાતમી મળી હતી કે, અમદાવાદનો વોન્ટેડ આરોપી વિમલના થેલા સાથે અન્ય એક શખ્સ સાથે ગેરકાયદેસર હથીયારો લઈ કસ્બા, આબેંડકર ચોક પાસે ફરી રહ્યો છે. જેના આધારે એલ.સી.બી.એ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધા હતા. ઝડપાયેલ આરોપીની તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી. આરોપી પાસેથી 1 રીવોલ્વર, 1 પીસ્ટોલ, 3 દેશી બનાવટના તમંચા સહીત બારબોર કાર્ટીઝ નંગ 11 તથા ધાતુના 30 નંગ કાર્ટીઝ મળી આવતા પોલીસે તેમને દબોચી મહેસાણા એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – નકલી પોલીસ બની ટ્રક ડ્રાઈવરો પાસેથી પૈસા ઉઘરાવતો 1 આરોપી ઝડપાયો 3 ફરાર:મહેસાણા
ગેરકાનુની રીતે હથીયારો સાથે ઝડપાયેલ આરોપી નં(1) ઠાકોર કીરણજી બળદેવજી, રહે – બેચરપુરા,વિસનગર, હાલ રહે – કડવાસણા,તા.જી. મહેસાણા વાળો આરોપી અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટમાં વોન્ટેર આરોપી છે તથા તેની સાથે પકડાયેલ બીજો આરોપી પરમાર અક્ષય જયંલીભાઈ,રહે આંબેડકર ચોર,તા.જી.મહેસાણા વાળો હોવાનુ તપાસમાં સામે આવ્યુ હતુ.