મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપીયાનુ ડ્રગ ઝડપાતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. દેશભરમાં ચરસ – ગાંજાનુ વેપારનુ પ્રમાણ વધ્યુ છે. એવામાં દાહોદમાંથીં કોરોડો રૂપીયાનો ગાંજો ઝડપાયો છે. જેમાં દાહોદ પોલીસ ડીપાર્ટમેન્ટની એસ.ઓ.જી તથા એલ.સી.બીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં 1 આરોપી ઝડપાયો છે તથા 2 આરોપી ભાગી છુટ્યા હતા.
દાહોદ જીલ્લામાં આવેલ સીંગવડ તાલુકાના હાંડી ગામમાંથી LCB તથા SOG ની ટીમે કરોડો રૂપીયાનો મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસ વિભાગે આ કાર્યવાહી બાતમી આધારે કરી હોવાનુ સામે આવ્યુ છે. LCB તથા SOG ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હાંડી ગામે પહોંચી 3 જુદા જુદા ખેતરોમાં વાવેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં એક આરોપી પણ ઝડપાયો છે. તથા બે આરોપી નાશી છુટ્યા હતા. આ રેડઈ દરમ્યાન 3 અલગ અલગ ખેતરમાંથી 2318 નંગ છોડ જેનો વજન 2745 કીલો 400 ગ્રામનો ગાંજો ઝડપાયો છે. જેની કીંમત 2,74,54,000/- આંકવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, LCB તથા SOG ના સંયુક્ત ઓપરેશનમાં એક ખેતરનો માલીક ઝડપાયો છે જેનુ નામ વિક્રમ મછાર હોવાનુ ખુલ્યુ છે. આ સીવાય જે 2 ખેતરના માલીકો ફરાર થઈ ગયા છે તેમની ઓળખ હિમતભાઇ જોખનાભાઇ મછાર તથા સરતનભાઇ શાન્તુભાઇ મછાર બન્ને રહે.હાંડી , મછાર ફળીયુ તા.સીંગવડ જી.દાહોદ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે બન્ને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી