— દારૂની 826 બોટલો સાથે બે શખ્સો પકડાયા, એક આરોપી પકડાવાનો બાકી :
ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગર એલસીબીએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે હિંમતનગર જલારામ મંદિર રોડ ઉપર નાકાબંધી કરી કારમાંથી રૂ.2.47 લાખના દારૂ સાથે બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે.ચાવડા અને સ્ટાફ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન કાંકણોલ તરફ જતા બાતમી મળી હતી કે કાર નં. જી.જે-07-એ.આર-2978 માં બે શખ્સો રાજસ્થાનથી દારૂ ભરીને બેરણા ગામે થઇ જલારામ મંદિર રોડ થઇ બલવંતપુરા ફાટક તરફ આવનાર છે જેથી હિંમતનગર જલારામ મંદિર રોડ ઉપર નાકાબંધી કરી બેરણા ગામ તરફથી આવતા વાહનોની વોચમાં હતા
તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી અંદર બેસેલા બે શખ્સોને નીચે ઉતારી તપાસ કરતા ગાડીમાંથી દારૂની 826 બોટલો કિં.રૂ.2,47,828 નો દારૂ મળ્યો હતો. એલસીબીએ બંને શખ્સોની મુદ્દામાલ સાથે અટકાયત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
— પકડાયેલ આરોપીઓ નામ :– ( 1 ) ઉચીતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઇ મહેશભાઇ ઉપાધ્યાય ઉ.વ. 27 (હાલ રહે.બલવંતપુરા પ્રા.શાળાની બાજુમાં ગોકુલનગર હિંમતનગર) ( 2 ) હાર્દિકકુમાર પ્રવિણભાઇ જેઠાભાઇ રાવલ ઉ.વ. 32 (રહે. કાંકણોલ રામજી મંદિર ફળી માઢ, હિંમતનગર)
— પકડાવાનો બાકી આરોપીનો નામ : — સુરેશભાઇ પન્નાભાઇ કલાલ (રહે. પાટીયા વલીસા ઠેકાવાળો)
તસવિર અને અહેવાલ : ભરતભાઇ ભાટ–હિંમતનગર