મહેસાણાના રુપપુરા પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી કારમાં મુકેલા 2.35 લાખ લઇ ગઠિયા રફૂચક્કર

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા માલ ગોડાઉનમા આવેલી આંગડીયા પેઢીમાંથી રુપિયા લઇ કારની ડેકીમાં આગળના ભાગે મૂક્યાં હતા 

ગરવી તાકાત, મહેસાણા તા. 30 – મહેસાણાના બિલ્ડરની સાઇડ ચાલતી હોવાથી કોન્ટ્રાક્ટરને પૈસા આપવા માટે આંગડીયા પેઢીમાં આવેલા હવાલાની 2.37 લાખનો હવાલો લઇ રુપિયા કારની આગળના ભાગે ડેકીમાં મુકી રુપુપુરા ખાતે ચાલતી તેમની સાઇડ પર કેયુર પટેલ ગયા હતા જ્યાં કાર પાર્ક કરી સાઇડ જોવા ગયા બાદ મજૂરોને આપવા ડેકીમાં મુકેલા પૈસા લેવા જતાં 2.35 લાખ રુપિયા કારમાં ગાયબ થઇ ગયા હતા. આ બાબતે  તેમને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં કારના કાચ તોડી કારની ડેકીમાં મુકેલા 2.35 લાખ રુપિયાની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. જેમાં મહેસાણાના વિનાયક હોમ્સમાં રહેતા કેયુર પટેલને તેમના ભાઇનો ફોન આવ્યો હતો કે માલ ગોડાઉન ખાતે આવેલી પેઢીમાં 2.37 લાખનો હવાલો આવ્યો છે જે લેવા માટે જવાનું કહ્યું હતું. જેથી કેયુરભાઇ તેમની કાર લઇ માલ ગોડાઉન ખાતે આવેલી આંગડીયા પેઢીમાંથી 2.37 લાખનો હવાલો લઇને કારના આગળની ભાગે ડેકીમાં 2.37 લાખ પૈકી 2.35 લાખ મુક્યા હતા.

ત્યારબાદ કેયુર પટેલ પોતાની કાર લઇ રુપપુરા ખાતે તેમની ચાલતી સાઇડ પર મજૂરોને રુપિયા આપવાના હોવાથી પહોચ્યાં હતા જ્યા કાર પાર્ક કરી સાઇડ જોવા ગયા હતા ત્યારબાદ મજૂરોને પૈસા આપવાના હોવાથી પૈસા લેવા જતાં કારનો આગળનો કાચ તૂટેલો હતો અને ડેકીમાં મુકેલા 2.35 કોઇ અજાણ્યા ગઠિયા લઇ રફૂચક્કર થઇ ગયા હતા. જ્યારે આસપાસ તપાસ કરતાં કોઇ જોવા મળ્યું ન હતું. જેથી આ બાબતની મહેસાણા પોલીસને જાણ કરતાં પોલીસને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કૂટેજના આધારે પોલીસે ગઠિયાઓનું પગેરુ શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.