૧૯ વર્ષ ની પરનીતા ને થયો PUBG રમનાર જોડે પ્રેમ પતિ જોડે માંગે છે છુટા છેડા.

શેર કરવા અહીં ક્લિક કરો.

 અમદાવાદમાં પબજી ગેમનાં એડિક્ટો માટે લાલ આંખ સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરની 19 વર્ષની મહિલા જેને એક વર્ષ કરતા પણ નાનું બાળક છે તેને પબજીનાં ગેમ પાર્ટનર સાથે પ્રેમ થઇ ગયો. જેનાં કારણે તેને પતિ સાથે છૂટાછેડા મેળવી અને ગેમ પાર્ટનર સાથે રહેવું છે, જે માટે તેણે મહિલાની હેલ્પલાઇન અભયમ 181ને જણાવ્યું હતું. હેલ્પલાઇનનાં અધિકારીઓએ જણાવ્યું કે આ અમદાવાદનો પહેલો કિસ્સો છે જેમાં મહિલાને પબજી પાર્ટનર સાથે રહેવા માટે પતિ સાથે છૂટાછેડા લેવા છે. આ પહેલા એક કિસ્સામાં માતાએ પોતાનાં બાળકને પબજીની લતથી છોડાવવા માટે હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ અહેવાલ પ્રમાણે આ કેસ અંગે કાઉન્સેલરે જણાવ્યું કે, ‘આ મહિલાનાં 18 વર્ષ પુરા થતાં તેણે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યાં હતાં અને એક વર્ષમાં તેને બાળકને પણ જન્મ આપ્યો છે. થોડા મહિના પહેલા તેને પબજી રમતની લત લાગી હતી. જેમાં તેને શહેરનાં જ પબજી રમત રમતા યુવાન સાથે સંપર્ક થયો હતો.’ આ સાંભળીને જ્યારે કાઉન્સેલરે તેને પૂંછ્યું કે, ‘તને તારા પતિ સાથે કોઇ અણબન છે કે ઝઘડો છે? તો ત્યારે તેને ના પાડી હતી અને કહ્યું હતું કે મારે તે યુવાન સાથે રહેવું છે.’

શેર કરવા અહીં ક્લિક કરો.