ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા
અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. આજે અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.
આ અંગે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના અધિક મુખ્ય સચિવરાજીવ કુમાર ગુપ્તા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.