મુળીમાં ૧૮ હથિયાર ના ઘા કરી વૃદ્ધાની કરપીણ હત્યા કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

      મોરબીઃ એકલા રહેતા ૮૫ વર્ષીય વૃદ્ધાના ઘરને તાળુ મારેલું હતું પણ લાઇટ ચાલુ હતી. સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળી શહેરમાં વૃધ્ધાની તિક્ષ્‍ણ હથિયાર વડે હત્યા નિપજાવેલ મૃતદેહ મળી આવતા હત્યાના ભેદભરમ ખોલવા માટે પોલીસ તપાસ હાથ ધરી હતી. પ્રસિદ્ધ માંડવરાયજી મંદિરની પાછળ આવેલ વિસ્તારમાં તારીખ ૧૨-૦૫-૨૦૧૯ ના બપોરના અરસામાં એકલા રહેતા ૮૫ વર્ષના વૃદ્ધ મહિલા નનુબા રતનસિંહ મોરીની હત્યાની ઘટના પોલીસ સમક્ષ આવતા મુળી પંથકમાં મર્ડર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે પોલીસે મૃતકના ઘરમાં હત્યા કરવાના ઇરાદે પ્રવેશ કરી રૂમમાં રહેલ માજીનુ ખુન કરી મોત નિપજાવી રૂમને તાળું મારી ગુનો કર્યાની ફરિયાદ નોંધી છે. સુરેન્દ્રનગરમાં રહેતા ૬૧ વર્ષના તેમના પુત્ર માનસંગભાઈની અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભોગ બનનાર વૃદ્ધા નનુબાના પતિનું ૧૮ વર્ષ પહેલા અવસાન થયું છે. જેઓને સંતાનમાં બે પુત્રો અને ચાર પુત્રીઓ છે બંને પુત્રો સુરેન્દ્રનગર વઢવાણ ખાતે રહે છે, જ્યારે એક પુત્રી મૂળીના જુબેલીના કૂવા પાસે રહે છે. ઘણી વખત બંને પુત્રો ત્યાં રહેવા જતા હતા.હજુ ૧૦ દિવસ પહેલાં જ તેઓ મૂળીના જુના ઘરે રહેવા આવેલા જેઓને જમવાનું ટિફિન ગામમાં રહેતા તેઓની પુત્રી અને સગા-સંબંધીઓને ત્યાંથી આવતું હતું. બનાવના દિવસે બપોર પછી વૃધ્ધ માજી ૪:૩૦ સુધી ઘરની બહારના નીકળતા આસપાસના લોકોએ તપાસ કરતાં રૂમના દરવાજાને તાળું હતું, પણ અંદર લાઈટ ચાલુ હતી અને માજી લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડેલા જ જોવા મળતા તેમના પુત્રને હત્યાની જાણ કરતા તેઓ મુળી દોડી આવ્યા હતા.નાનકડા ગામમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમોએ હત્યાનો ભેદ ખોલવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ અધિકારીએ ડોગ સ્કવૉડ એફ.એસ.એલ સહિતની મદદ લઈ હત્યાનો ભેદ ખોલવા પ્રયાસ હાથ ધર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસ પરિવારના અને આસપાસના લોકોના નિવેદનો લઇને હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા છે હાલ હત્યા કયા કારણોથી અને કોણે કરી તે શોધવું પોલીસ માટે મહત્વનું બનેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.