કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.
આ પણ વાંચો – ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની અનોખી કહાની
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ તથા ઈન્ડિયન કૉસ્ટગાર્ડના સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધુ હતુ. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ માછીમારી બોટમાં ૫ પાકિસ્તાની માછીમારો સવાર હતા.
આ પણ વાંચો – મહિલાને લગ્નની લાલચ આપી 15 વર્ષ સુધી કર્યુ શારીરિક શોષણ
કચ્છના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. તપાસમાં ખુલાસો થયો હતો કે, આ ડ્રગ કેસનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હતા. ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનિસ્તાનનાં એક વ્યક્તિ દ્વારા રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં. ડ્રગ રિસીવ થાય તે પહેલા જ ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ અને ઈન્ડિયન કૉસ્ટગાર્ડની ટીમે તેને પકડી પાડ્યુ હતું.