ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે 173 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો નોંધાતા તંત્રએ પણ રાહતના શ્વાસ લીધા છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ગઈકાલે નવા 3274 સેમ્પલ લેવામ આવ્યા હતા જેમાંથી 173ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. ગઈકાલે 169 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા એક્ટીવ કેસનો આંકડો 1415 પર પહોંચી ચૂક્યો છે. શહેરી વિસ્તારોમાં 70 અને ગ્રામ્ય વિસ્તારોમાં 103 કેસ નોંધાય છે. જિલ્લામાં આજે કોરોના ને કારણે 2 લોકોના મોત નિપજયા હતા.
મહેસાણા તાલુકામાં 51 અને ગ્રામ્યમાં 8, વિસનગર તાલુકામાં 12,વડનગર તાલુકામાં 6,ખેરાલુમાં 0, સતલાસણા તાલુકામાં 1,ઊંઝા તાલુકામાં 6,વિજાપુર તાલુકામાં 13,બેચરાજી તાલુકામાં 6,જોટાણા તાલુકામાં 1,કડી તાલુકામાં 44 કેસ મળી મહેસાણા જિલ્લામાં શુક્રવારે નવા 173 કેસ નોંધાયા છે.