પ્રજાસત્તાક પર્વે ગુજરાતના 17 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી નવાજવામાં આવશે

January 25, 2024

ગુજરાતના બાહોશ 17 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત

ગુજરાત પોલીસના  પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ જાહેર કરાયા

ગરવી તાકાત, ગાંધીનગર તા. 25 – પ્રજાસત્તાક દિન પહેલા દેશના બાહોશ પોલીસ અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કારઈ છે. જેમાં ગુજરાત પોલીસના  પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ જાહેર કરાયા છે.

વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ જાહેર કરાયો છે. તો અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પણ પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે.

ગુજરાત પોલીસના કુલ 17 અધિકારીઓ અને કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરાશે. ગૃહ મંત્રાલય દ્વારા આ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ, તો અન્ય 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે મેડલ એનાયત કરાશે.

gujarat_police-zee.jpg

જે 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે, તે ડીવાયએસપી શશી ભૂષણ શાહ અને એએસઆઈ પ્રદીપ મોગે છે. જેમને પ્રેસિડન્ટલ મેડલ એનાયત થશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0