ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને કરા વર્ષાની સાથે વીજળી પડવાના કારણે 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના કાસગંજ, એટા અને મૈનપુરીમાં 11 લોકોના મોત નિપજ્યા છે.

Image result for उत्तर भारत में तूफान

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુરાવલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. સમગ્ર ઉત્તર ભારતમાં આસમાનથી વરસતી આગ વચ્ચે વાવાઝોડું અને વરસાદ થતાં લોકોને ગરમીથી તો રાહત મળી છે, પણ કેટલાક સ્થળોએ ખેતરોમાં પાકને પણ નુકસાન થયું છે. Image result for उत्तर भारत में तूफानતો તોફાનના કારણે હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. સાથે જ વિજ થાંભલા તૂટી પડતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તો ઔરૈયાના અછલ્દા કસબામાં વરસાદની સાથે 50 ગ્રામના કરા પડતાં પારો ગગડ્યો હતો. જોકે કરા પડવાના કારણે અનેક પાક અને શાકભાજીને નુકસાન થયું છે.

Contribute Your Support by Sharing this News: