ગરવી તાકાત મેહસાણા: મહેસાણા નગરપાલિકાની વેરા વસુલાતની ટીમ દ્વારા શહેરના નાગલપુર હાઇવે પર આવેલ શિલ્પવેડા ઇન્ફાસ્ટ્રકચરની પેટીના ભાગીદીર પટેલ કુલદીપ જ્યંતિલાલ વિગેરેની ૮ તથા માલિકીનુ એસ કોમ્પલેક્ષની ૯ દુકોનો મળી જેનો વેરો રૂપિયા ૨૪૦૫૬૭ બાકી ન ભરાતાં પાલિકાની ટીમે ૧૭ દુકાનો લીલ કરતાં અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરની રહેણાંક અને વેપીરીપઢીની દુકોનો વગેરના બાકી વેરો ભરવા નોટીસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં કેટલાક દુકાનદારો વેરો ભરવામાં આળસ દાખવી રહ્યા છે.
ગતપખવાડીયામાં પણ પાલિકાની ટીમે ૧૭ જેટલી દુકાનો સીલ કરી હતી. જેમાં આજ રોજ શુક્રવારના રોજ મહેસાણા નગરપાલિકાની વેરાઅધિકારી સહિતની ટીમ મહેસાણા શહેરના નાગલપુર હાઇવે પર ગ્રાઉન્ડ ફ્લોરની ૧૭ દુકોનો સીલ કરી હતી. જેમાં દુકાનોના માલિક શિલ્પવેડા ઇન્ફાસ્ટ્રક્ચર નામની ચાલતી ભાગીદીરી પેઢીના ભાગીદીર પટેલ કુલદીપ જ્યંતિલાલ વિગેર -૦૮ તથા તેમની માલિકીના એસ કોમ્પલેક્ષ આસોપાલોવ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોરની કુલ ૧૭ દુકાનોનો વેરો રૂપિયા ૨,૪૦,૫૬૭ બાકી હતો જે નોટીસ બાદ પણ ન ભરવામાં આવતાં આ તમામ દુકાનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


