ગુજરાતમાં વઘુ 925 કેસો નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 44 હજારને પારઃ 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2081 પર પહોંચી ગયો છે. રિકવર થનારા દર્દીઓના સંખ્યા 31346 છે.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના વ્યાપ સતત વધી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના અંકુશમાં લેવાના સતત પ્રયાસો કરવા છતા પણ કોરોનાની મહામારી પોતાનો પગપેસો વધુ ફેલાવી રહી છે. જેમાં સોમવારે 23 કેસો, મંગળવારે 21 જ્યારે બુધવારે 17 કોરોના પોઝિટીવ કેસો નોંધાવા પામ્યાં છે. મહેસાણા શહેરમાં મોટા પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જિલ્લાની પ્રજાની બેદરકારી જ કોરોના સંક્રમણ માટે જવાબદાર છે. જેમાં હજુ પણ કેટલાક બેદરકારી દાખવી માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું, સાબુ કે સેનિટાઇઝરથી હાથ ધોવામાં આળસ, ભીડ એકઠી થઇ હોવા છતાં જવાનું ટાળવામાં બેદરકારી થતી હોવાના કારણે  કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.

મહેસાણા જિલ્લામાં કોરોનાના કારણે આજે વધુ બે કોરોના પોઝિટીવ આધેડ 60 વર્ષીય અને 70 વર્ષીય પુરૃષ દર્દીઓના મોત નિપજ્યા હતાં. દસ કેસો મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોના નોંધાયા છે. જ્યારે સાત કોરોના પોઢિટિવ કેસો કડી ખાતે નોંધાવા પામ્યા છે. મહેસાણા જિલ્લામાં કડીમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 24 કલાકમાં 900 થી વધારે કેસ નોંધાયા છે.  આજે એક દિવસમાં સૌથી વધુ 925 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 10 લોકોના મૃત્યુ પણ થયા છે. આ દરમિયાન કુલ 791 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઇ છે. રાજયમાં આઝની તારીખ સુધી કોરોના વાયરસના 44,648 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2081 પર પહોંચી ગયો છે.

રિકવર થનારા દર્દીઓની સંખ્યા 31346  છે. ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસથી મૃત્યુઆંકમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મહામારીને લીધે વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 1, ભાવનગર, નવસારી અને ગાંધીનગરમાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 2081 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્માં છેલ્લા 24 કલાકમાં 925 કેસ સામે આવ્યા છે. આમ સતત ત્રીજા દિવસે એક દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 900ને પાર પહોંચ્યો છે.