કોરોના સંકટ વચ્ચે 50 ટકા કર્મીઓને બોલાવી 315 શીડ્યુલ રૂટો પર બસો દોડાવાય છે
મહેસાણા કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. ત્યારે કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવાની જરૂર પડી છે. આ દરમ્યાન મહેસાણા એસટી ડિવિઝનમાં ફરજ બજાવતા 3714 કર્મીઓમાંથી 161 કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જોકે સમયસરની સારવાદ બાદ 62 કર્મીઓએ કોરોનાને માત આપી સંપૂર્ણ સ્વસ્થ થયાબાદ ફરજ પર હાજર થયા છે. દરમિયાન કોરોના સંકટને પગલે મહેસાણા એસટી ડિવિઝનને રૂ. 2695738 લાખની આવકમાં ધટાડો થતો હોવાનું સુત્રોએ જણાવ્યુ