સમગ્ર રાજયમાં 1.34 લાખ લોકો સાથે થયેલા ઓનલાઈન ફ્રોડની અરજીઓના નિકાલ કરવા સીઆઈડી ક્રાઈમે કવાયત હાથ ધરી છે
બીજી તરફ છેલ્લા નવ મહિનામાં જ ઓનલાઈન ઠગાઈની 39,645 અરજી આવી હોવાનું પણ સીઆઈડી ક્રાઈમે જણાવ્યું
ગરવી તાકાત, ગાંધીનગર તા. 03 – સમગ્ર રાજયમાં 1.34 લાખ લોકો સાથે થયેલા ઓનલાઈન ફ્રોડની અરજીઓના નિકાલ કરવા સીઆઈડી ક્રાઈમે કવાયત હાથ ધરી છે. સીઆઈડી ક્રાઈમની આ કવાયતને કારણે ઓનલાઈન ઠગાઈ બાદ ફ્રિઝ થયેલા રૂા.155.70 કરોડ ભેગા બનનારને પરત મળશે. બીજી તરફ છેલ્લા નવ મહિનામાં જ ઓનલાઈન ઠગાઈની 39,645 અરજી આવી હોવાનું પણ સીઆઈડી ક્રાઈમે જણાવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ઠગાઈની ફરીયાદ મળ્યા બાદ જે પૈસા જે ખાતામાં ગયા હોય તે ખાતૂ સીઆઈડી ક્રાઈમ ફ્રિઝ કરે છે અને તેમાં જેટલા પૈસા હોય તે ભોગ બનનારને પરત અપાવે છે.
સમગ્ર રાજયમાં કોઈનું પણ ઓનલાઈન ફ્રોડ તો 1930 હેલ્પલાઈન નંબર પર ભોગ બનનારે ઓનલાઈન ફરીયાદ કરવાની હોય છે. ફરીયાદ મળ્યા બાદ તે અંગે ટીકીટ જનરેટર કરવામાં આવે છે અને ત્યારબાદ જે ખાતામાં ઠગાઈના પૈસા ગયા હોય તે ફ્રીઝ કરવામાં આવે છે. આ અંગે ઓનલાઈન ટીકીટ જનરેટ થયા બાદ ભોગ બનનારે કોર્ટમાં મુદામાલ અરજી કરવાની હોય છે અને ત્યારબાદ કોર્ટ જે તે અધિકારી પાસે તે અંગેનો રિપોર્ટ મંગાવે છે. રિપોર્ટ આવ્યા બાદ તેમાં જે પૈસા ફ્રિઝ કરવામાં આવ્યા હોય તે ભોગ બનનારને પરત આપવાનો આદેશ કરી તેનો નિકાલ કરવામાં આવે છે ત્યારે સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડીયને એક પત્ર લખ્યો છે.
જેમાં એવી રજુઆત કરી છે કે રાજયભરમાંથી 134403 અરજી ઓનલાઈન ઠગાઈની છે. જેમાં રૂા.1557026240 ફ્રિઝ કરવામાં આવ્યા છે. ઉપરાંત છેલ્લા નવ મહિનામાં 39634 ઓનલાઈ ઠગાઈની અરજી મળી છે. ત્યારે આગામી 22 જુને લોક અદાલતમાં લોકોને નાણાં પરત મળે તે માટે તમામ તપાસ કરનાર અધિકારીઓએ તેમનો અભિપ્રાય કોર્ટમાં સબમીટ 21 જુન સુધી કરવાનો રહેશે. જેથી આગામી મહિનામાં 3.34 લાખ લોકોને પોતાના 355.70 કરોડ પરત મળે તેવી શકયતા છે.
સૌથી વધુ કયાં પાંચ જિલ્લામાં અરજી પડતર
♦ અમદાવાદ…35822
♦ સુરત શહેર…24878
♦ વડોદરા…12060
♦ રાજકોટ…9338
♦ ગાંધીનગર…4900