ગુજરાત રાજ્યના સત્તાવાર આંકડા પ્રમાણે ગત રવિવારના રોજ એક દિવસમાં 1495 કોરોના કેસ નોંધાયા છે. આ ડરાવનારા આંકડા સત્તાધીષોની અણઆવડત તથા નિષ્કાળજીના કારણે વધી રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જેમાં પેટાચુંટણી સમયે જાહેર સભાઓનુ આયોજન તથા સીઆર પાટીલની વરણી બાદ કરાયેલા રોડ શો ને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. કોરોના કાળમાં રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા અનેક જગ્યાએ પહોંચી ખાતમુહુર્ત તથા લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. જ્યા રીતસર સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. નેતાઓ એકબીજાથી 3 થી 4 ફુટનુ અંતર રાખવાનુ પણ ટાળતા હતા. સ્ટેજ હોય કે રીબીન કટીંગ કાર્યક્રમ બધી જગ્યા એક બીજાનુ શરીર સ્પર્ષતુ હોય એટલા નજીક નજીક ઉભા રહેલા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
છેલ્લા પંદર દિવસમાં ગુજરાતના કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા જોવામાં આવે તો 7મી નવેમ્બર ના રોજ 1026 , 8મી એ 1020, 9મી એ 971,10મી એ 1049,11મી એ 1125,13મી એ 1152,14મીએ 1124,15મીએ 1070,16મીએ 926,17મી એ 1125,18મી એ 1281,19મી એ 1340,20મી એ 1420,21મી એ 1515,22મી એ 1495 પોઝીટીવ કેસો નોંધાયા હતા. સરકારના દાવા પ્રમાણે ગુજરાતમાં રીકવરી રેટ 91 ટકા કરતા વધારે રહ્યો છે. જે હજુ સુધી બરકરાર છે. રીકવરી રેટ પહેલા જેટલો જ બરકરાર છે તો પછી અમદાવાદ જેવા મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવા ઉપર લોકોમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ગઈકાલે કોરોનાના પોઝીટીવ ના 13 દર્દીના મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2,બનાસકાંઠા,ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીનુ મોત થયુ હતુ. 22 નવેમ્બરની યાદીમાં નોંધાયેલ કુલ 1495માં કેસોમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં 318 નોધાયા હતા એની સામે 351 દર્દીઓ સાજા થઈ પરત પણ ફર્યા હતા. રીકવરી રેટમાં સૌથી વધુ બનાસકાંઠા જીલ્લો રહ્યો હતો. જ્યાં 28 નવા દર્દી સામે 71 દર્દીઓ સાજા થઈ પરત ઘરે ફર્યા હતા. રાજ્યમાં 1495 કેસો સામે કુલ 1167 કોરોના પેસન્ટ સાજા થયા હતા.
સીઆરપાટીલની રેલીમાં સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં તેમનો પ્રવાસ ગુજરાતની જનતાને ભારે પડી રહ્યો હોય એમ ચર્ચાઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહીત અન્ય વિસ્તારોમાં સીઆર પાટીલની રેલીઓ નીકળતી જોવા મળી હતી જેમા તેમના સમર્થકો મોટી સંખ્યામાં સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કરી ભેગા થતા જોવા મળ્યા હતા. ગુજરાતને એની અસર હવે દેખાઈ રહી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. તેમની રેલીઓમાં ભાગ લેનારા અનેક કાર્યકર્તા કોરોના પોઝીટીવ પણ થયા હતા.
કોરોના વાઈરસનુ સંક્રમણના ડરને ભુલી ભાજપના નેતાઓ દ્વારા અનેક રેલીઓ સભાઓ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી હતી. તહેવારોમાં જનતા એ પણ સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કર્યુ હોવાની તસ્વીરો સામે આવી હતી. જેથી રાજ્યમાં કેસોની સંખ્યા વધતી જોવા મળે છે. પરંતુ વધતા જતા કેસોની સંખ્યામાં જનતાની નિષ્કાળજી ઓછી અને તંત્ર ની ભુલ વધારે હોય એમ જણાઈ રહ્યુ છે. સરકારી તંત્રએ લોકોને તહેવાર ઉજવવાની મનાઈ કરતા જનતાએ એનુ પાલન અક્ષરસ: કર્યુ હતુ. પોલીસની પણ સરૂઆતના લોકડાઉનમાં કામગીરી પ્રશંશનીય રહી હતી. જેમાં તેઓ જનતા પાસે લોકડાઉનની અમલવારી કડક રીતે કરાવી હતી. પરંતુ કોરોના કાળમાં સીઆર પાટીલની રેલીમાં હજારોની ભીડને ખુદ પોલીસે પ્રોટેક્ટ કરી પોલીસની નીષ્ઠા ઉપર ગુજરાતના નાગરીકો સવાલો ઉભા કરે એવુ વલણ અખત્યાર કર્યુ હતુ.
રાજ્યમાં હાલ 13,600 દર્દીઓ એક્ટીવ છે જેમાં માત્ર 93 પેસન્ટ જ એવા છે જેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા છે. બાકીના 13507 દર્દીઓની હાલત સ્થીર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3859 લોકોને કોરોના ભરખી ગયો છે. ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 197412 એ પહોંચી ગઈ છે. જેની સામે 179953 લોકોએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં નવા નોંધાયેલ કેસોની સંખ્યામાં મહેસાંણા સૌથી મોખરે રહ્યુ હતુ. મહેસાણામાં કુલ 60 નવા કેસો ઉમેરાયા હતા. જેની સામે માત્ર 26 દર્દીઓ જ રીકવર થયા હતા. બીજા નંબર પાટણ હતુ જ્યા 30 નવા કેસો નોંધાયા હતા અને રીકવર 27 દર્દી થયા હતા. ત્રીજા નંબર બનાસકાંઠા 28, ચોથા નંબરે સાંબરકાંઠામા 21 નવા કેસો નોંધાયા હતા અને 8 દર્દીઓ સાજા થયા હતા. પાંચમા નંબરે અરવલ્લી રહ્યુ હતુ અહી 15 નવા કેસો નોંધાયા હતા પરંતુ એક પણ દર્દી રીકવર નહોતુ થયુ.