કોરોના વાઈરસનુ સંક્રમણના ફેલાવાના ડરને કારણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે. છતા પણ નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. જેથી સરકાર ઉપર પણ સુપ્રીમ કોર્ટનુ દબાણ વધી રહ્યુ છે. ગત સોમવારના રોજ ગુજરાતમાં 1487 નવા કોરોનાના કેસ નોધાયા હતા. જેથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 198899 એ પહોંચી ગઈ હતી. ગઈ કાલે રાજ્યમાં કુલ 17 દર્દીઓના મોત નીપજ્યા હતા. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતનો રીકવરી રેટ 91 ટકા કરતા વધારે હોવાથી અત્યાર સુધી રાજ્યભરમાંં 181187 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં ગઈ કાલે કુલ 69521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી કુલ ટેસ્ટીંગની સંખ્યા 73,04,705એ પહોંચી ગઈ છે.રાજ્યમાં હાલ 13826 દર્દીઓ કોરોના પોઝીટીવ છે. જેમાં અત્યાર સુધી રાજ્યમાં 3873 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં 17 લોકોના મોતમાં અમદાવાદમાં સૌથી વધુ 13 લોકોના મોત થયા હતા. તથા મોરબી,સુરત,વડોદરા,અને રાજકોટમાં 1-1 દર્દીનુ કોરોનાના કારણે મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – રાજ્યમા 1495 કેસો નોંધાયા, તહેવારોની અસર કે રેલીઓ,ખાતમુહુર્ત-લોકાર્પણ ની ?
રાજ્યમાં નોધાયેલા 1487 નવા કેસો સામે 1234 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ ખાતે નવા 344 કેસ સામે 353 દર્દીઓ સાજા થયા હતા.સુરતમાં 270 સામે 232 દર્દીઓ,વડોદરામાં 172 સામે 120 તથા રાજકોટમાં154 કેસ સામે 127 દર્દીઓ સાજા થયા હતા. જેની સામે વલસાડ જીલ્લામાં લગાતાર બીજા દિવસે પણ એક પણ કેસ નહોતો નોંધાયો.હાલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં 13747 દર્દીઓની હાલત સ્ટેબલ છે. માત્ર 89 દર્દીઓ જ એવા છે જેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ તથા બનાસકાંઠામાં અનુક્રમે 46,44,30 નવા કેસો નોંધાયા હતા. જેની સામે અનુક્રમે રીકવર થયેલા દર્દીઓની સંખ્યા 16,30,41 રહી હતી.
જે શહેરોમા સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. એવા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કર્યુ હોવા છતા પણ એની કારગર અસર નથી જોવા મળી રહી. છેલ્લા 4 દિવસથી 1000 કરતા પણ નવા કેસો સામે આવી રહ્યા છે. ઉપરથી ગઈ કાલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કોરોના કેસોની સુનવણી વખતે ફટકાર પણ લગાવેલી. એવામાં રાજ્યની સરકાર વધારે મુશ્કેલીમાં મુકાયેલી જોવા મળી રહી છે. જેમ જેમ રાજ્યમા કેસોની સંખ્યા વધી રહી છે એમ સત્તામાં બેસેલા નેતાઓ ઉપર દબાણ વધશે. કેમ કે કોરોના કાળમાં તેમને સભાઓ,રેલીઓ,ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવાનુ નહોતુ છોડ્યુ. કેસોની વધતી સંખ્યા માટે ભલે એક માત્ર કારણ તેમની સભાઓ,રેલીઓ,ખાતમુુહુર્ત તથા લોકાર્પણ નથી પરંતુ ઘણા કારણોમાંનુ એક કારણ ચોક્કસ છે. એવા અનેક કીસ્સા હતા જેમને સભાઓ,રેલીઓ ખાતમુહુર્ત Attain કર્યા હતા બાદમાં તેઓનુ ટેસ્ટીંગ કરાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.