કોરોનાની મહામારી અને લોકડાઉન દરમ્યાન દેશનું અર્થતંત્ર તળીયે જતુ રહ્યુ હતુ ત્યારે તેને ધબકતું કરવા માટે અલગ અલગ રીતે પેકેજ જાહેર કરવામા આવ્યા હતા. કોઈએ લાખોના કર્યા તો કોઈએ હજારો કરોડોના આર્થીક પેેકેજ જાહેર કર્યા હતા. પરંતુ ર૦ લાખ કરોડથી વધુનાપેકેજની જાહેરાતો કરાઈ તેમાં પૈસો આવશે કયાથી અને જશે કયાથી તેની કોઈ જ સરળ અને સચોટ માહીતી જાણે કે મળવા જ પામતી ન હોય તેવો તાલ દર્શાયો હતો તો બીજીતરફ ગુજરાત સરકારના પ્રગતીશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જે ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે તે ખરેખર અભિનંદનને પાત્ર જ કહી શકાય તેવુ છે. આ પેકેજમાં રાજયના તમામ વર્ગ, તબક્કાઓ, ક્ષેત્રોને ધ્યાને રખાયા હોવાનો ભાસ ઉપસતો જોવામા આવી રહ્યો છે. રાજય સરકાર દ્વારા ૧૪ હજાર કરોડનું જે આર્થિક પેકેજ જાહેર કરાયુ છે તેમાં વીજળીના વપરાશકારો, પ્રોપર્ટીના માલીકો, વાહનના માલીકો સહિતનાઓનું ધ્યાન રાખીને જાહેરાત કરાઈ છે. એટલું માત્ર જ નહી પરંતુ જે રીતે આ યોજના બનાવી છે તેમાં ગ્રોસરી શોપ ઓર્નસ, રેડીમેડકલોથસવાળા, મેડકીલ સ્ટોર્સ, સ્ટેશનરી, ગેરેજવાળા, હજામ, સહીતનાઓના પુરેપુરૂ ધ્યાન રાખીને આત્મનિર્ભર યોજના બનાવી છે.
ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારે લોકડાઉનના કારણે ઠપ્પ થયેલી આર્થિક પ્રવૃતીઓને કારણે પડેલા મારમાથી લોકોને રાહત આપવા માટે રૂપીયા ૧૪ હજાર કરાડનું આર્થિક પેકેજ જાહેર કરી દીધુ છે. આ પેકેજમાં વીજળીના વપરાશકારોને પણ સંખ્યાબદ્ધ રાહતો આપવામાં આવી છે.હજુ તો થોડા સમય પહેલા જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરનારી ગુજરાત સરકારે હજુ પહેલી યોજનાનો પૈસા મળવાન શરૂ નથી થયા તે પહેલા જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બેની જાહેરાત કરી દીધી હતી. રાજયની પ્રજાને માટે આ સીએમની સંવેદના ન સમજવી તો બીજું શું સમજવું? રૂપાણી સરકારે કહ્યુ હતુ ે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બે હેઠળ નાના વેપારીઓ, મધ્યમવર્ગની વ્યકિતઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપીયા ૧ લાખથી વધુ અને મહતમ રૂપીયા ર.પ૦ લાખની મર્દામાં સહકારી બેંકો તથા કેડિટ કો ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજય સરકાર દ્વારા વાર્ષીક ચાર ટકા વ્યાજ સહાય આપવામાં આવશે જયારે બીકના ચાર ટકા વ્યાજ લાભાર્થીએ ચુકવવાનુ રહેશ. આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામં આવશે. જે પૈકી પ્રથમ છ માસન સમયગાળો મોરેટોરીયમ પરીયડ ગણાશે. આ લાભાર્થીઓને છ માસ દરમ્યાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહી. ત્યારબાદ લાભાર્થી દવારા ધિરાણની રકમ ચાર ટકાના વ્યાજ સહિત ૩૦ સરખા માસિક હ્‌તમા પરત ચૂકવવાની રહેશે. આ માટે રૂપીયા ૩૦૦ કરોડ ફાળવામા આવશે. મહીલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સા આપવા મહીલા ઉત્કર્ષ જુથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂપીયા ર૦૦ કરોડની ફાળવણી કરવામા આવી રહી છે. ૩ર હજારથી વધુ લાભાર્થીઓને સ્વરાજયગાર મળે તે હેતુથી માનવ ગરીમા યોજનાની કીટનું વિતરણ કરવામા આવશે. જેનો અંદાજિત ખર્ચ રૂપીયા રપ કરોડ થશે.
વીજવપરાકારોને પણ સરકાર દ્વારા રાહત અપાઈ છે તેની વાત કરીએ તો આ પેકેજ પ્રમાણે માસીક ર૦૦ યુનિટ કરતા ઓછા વિજ વપરાશન કરનાર રહેણાકં વીજગ્રાહકોનુ ૧૦૦ યુનિટનું વિજળી બીલ એક વખત માટે માફ કરવામા આવશે. રાજય સરકારે ૯ર લાખ વીજગ્રાહકોને આ જાહેરાતના કારણે રૂપીયા ૬પ૦ કરોડ ની વીજબીલ માફીનો લાભ મળશે. આ ઉપરાંત અંજે ૩૩ લાખ કોમર્શિયલ અને ઉદ્યોગો માટે વીજીકનેકશન ધરાવતા વીજ ગ્રાહેકોને વીજ બિલમાં ર૦ર૦નો ફિકસ્ટ ાચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે તેનાથી કુલ્લ રૂપીયા ર૦૦ કરોડની રાહત મળશે. આ ઉપરાંતવી વિજળીનું લો ટેન્શન ઈન્ડસ્ટ્રીયલ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને ર૦ર૦ના ફીકસ ચાર્જમાં રૂપીયા ૪૦૦ કરોડની રાહત આપવામં આવી છે. ફિકસ ચાર્જની ચુકવણી સપ્ટેમ્બર ર૦ર૦થી ડીસેમ્બર ર૦ના ચાર મહિના વ્યાજ વગર સરખા હપ્તામા ચુકવાવની છુટ આપવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: