છતીસગઢના બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પ પર નકસલીઓના મોટા હુમલામાં 14 જવાન ઘાયલ, 3 જવાન શહીદ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોબરા બટાલિયન અને DRG જવાનોની સાથે નક્સલીઓની અથડામણ ચાલી રહી છે

વર્ષ 2021માં ટેકલગુડેમના જંગલમાં પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટરમાં 23 જવાનો શહીદ થયા હતા

ગરવી તાકાત, તા. 30 – છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ મોટો હુલમો કર્યો છે, જેમાં સીઆરપીએફના 1 જવાન ઈજાગ્રસ્ત થયા છે તો ત્રણ જવાનો શહીદ થયા છે. જાણકારી પ્રમાણે નક્સલીઓએ ટેકુલગુમડ કેમ્પ પર હુમલો કર્યો છે. હુમલામાં ઈજાગ્રસ્ત જવાનોને ચોપરથી જગદલપુર રેફર કરવામાં આવ્યા છે. કોબરા બટાલિયન અને DRG જવાનોની સાથે નક્સલીઓની અથડામણ ચાલી રહી છે. નોંધનીય છે કે ટેકલગુડેમમાં નવો સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદે આવેલા ટેકુલગુડમ ગામમાં પોલીસ કેમ્પ બનાવવામાં આવ્યો છે. આ અહીંનો નવો કેમ્પ છે, અહીં મોટી સંખ્યામાં જવાન સર્ચિંગ પર નિકળ્યા હતા. જેમાં કોબરા, એસટીએફ, ડીઆરજી દળના જવાન આ વિસ્તારના સર્ચિંગ પર હતા. આ દરમિયાન નક્સલીઓએ ફાયરિંગ કરી દીધુ હતું. જવાનોએ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો. સુરક્ષાદળોએને ખુદ પર ભારે પડતા જોઈ નક્સલી જંગલની આડમાં ભાગી ગયા હતા. અથડામણમાં ત્રણ જવાન શહીદ થયા છે અને 14 ઈજાગ્રસ્ત છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ટેકલગુડેમના જંગલમાં પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટરમાં 23 જવાનો શહીદ થયા હતા. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.એ જણાવ્યું કે બસ્તર પોલીસ અને તૈનાત સુરક્ષા દળો વિસ્તારના લોકોને નક્સલ સમસ્યામાંથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2021 માં ટેકલગુડેમ એન્કાઉન્ટરમાં અમને ભારે નુકસાન થયું હોવા છતાં, જનહિતને ધ્યાનમાં રાખીને, આજે અમે ફરી એકવાર ટેકલગુડેમ ગામમાં એક શિબિર સ્થાપિત કરીશું અને વિસ્તારની શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે સમર્પિતપણે કામ કરીશું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.