મહેસાણા જિલ્લામાં લમ્પીથી 14 પશુના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં લમ્પી વાયરસને પશુઓના મોતનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે ત્યારે જિલ્લામાં આ જીવલેણ વાયરસથી વધુ 14 પશુઓના મોત નિપજ્યા. હજુ પણ ઘણાં પશુઓનું રસીકરણ બાકી હોવાનું પશુપાલન વિભાગે જણાવ્યું. પશુઓ માટે જીવલેણ લમ્પી વાયરસે મહેસાણા જિલ્લામાં સોમવારના રોજ વધુ 14 પશુઓનો ભોગ લીધો.

જ્યારે આ વાયરસથી પશુઓને રક્ષણ આપવા માટે મહેસાણા જિલ્લાના 2.67 લાખ જેટલા પશુઓને અત્યાર સુધી રસીકરણ થઈ ચૂક્યું છે અને અંદાજિત 50 હજાર જેટલા પશુઓનું રસીકરણ બાકી હોવાનું પશુપાલન વિભાગના સૂત્રોએ કહ્યું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.